મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
મહેસાણા જિલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોનાના 35 કેસ નોંધાયા છે.તેમજ આજે 12 દર્દીએ કોરોનાનો માત આપી સાજા થયા હતા. જિલ્લામાં હવે એક્ટિવ કેસનો આંક 180 પર પહોંચ્યો છે.
મહેસાણા જિલ્લામાં આજે એક જ દિવસમાં 35 કેસ નોંધાયા જેમાં મહેસાણામા 10,વિસનગરમાં 4,વડનગરમા 1,ખેરાલુમાં 0,કડીમા 1,જોટાણામાં 2, બેચરાજીમાં 7,વિજાપુરમા 6,ઊંઝામાં 4,મળી નવા 35 કેસ નોંધાયા છે.ત્યારે આજે જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 180 પર આવી પહોંચ્યો છે.આજે RTPCRના 132 અને RATના 22 મળી કુલ 154 સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલી આપ્યા છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં સતત કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે કાલે જિલ્લામાં 46 તો પરમ દિવસે કોરોનાના 46 અને આજે 35 મળી ત્રણ દિવસમાં કુલ 127 જેટલા કેસ નોંધાઇ ચુક્યા છે.ત્યારે સામે ડિસ્ચાર્જ રેસીઓ વધી રહ્યો છે.