Thursday, April 20, 2023

ગોધરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની કાર્યવાહી; બસ સ્ટેન્ડ વિસ્તારમાં દરોડા પાડી 35 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal action against single-use plastic in Godhra; 35 kg of plastic was seized in a raid in the bus stand area | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરમાં જાહેર રસ્તાઓમાં લારી ગલ્લાની દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ગંદકી ફેલાવનારા સામે નગરપાલિકા તંત્ર લાલ આંખ કરીને કડકાઇથી દંડકીય પ્રક્રિયા વસૂલ કરી રહી છે. ત્યારે આજરોજ બીજા દિવસે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝુંબેશમાં ભાગરૂપે ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમ પાર્લર અને સ્વિટની દુકાન પર ચેકીંગ હાથ ધરી 35 કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પાંચ હજાર રૂપિયાનો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવતા આજુબાજુના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આજરોજ ગોધરા નગરપાલિકાની ટીમ ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલા બોમ્બે ચોપાટી અને ચોપાટી સ્વીટ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી જાહેરમાં ગંદકી ફેલાવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશ મહેતા અને સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ ચૌહાણ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી બંને દુકાનોમાંથી 35 કિલો જેટલું ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી બંને દુકાનદારો સામે પાંચ હજારની દંડકીય પ્રક્રિયા કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી આજુબાજુ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે…