પાટડી 36 ફૂટ ઊંચા સિધ્ધી વિનાયક મંદિરને પાંચ વર્ષ પૂર્ણ, ભવ્ય પાટોત્સવમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું | The 36-feet tall Siddhi Vinayak temple completes five years, devotees throng in droves in grand festival | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડી 36 ફૂટ ઊંચા સિધ્ધી વિનાયક મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટો અને ફુલોના શણગાર સાથે અનોખી રીતે શણગારવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પાટડીના સિધ્ધીવિનાયક મંદિરમાં ભવ્ય હવન અને બાળકો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

પાટડી જમાદારવાસમાં આવેલા તાલુકાના એકમાત્ર અને 36 ફૂટની ઊંચાઇ ધરાવતા સિધ્ધી વિનાયક મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં આજે રવિવારના રોજ ભવ્ય પાટોત્સવનું આયોજન જમાદારવાસ શ્રી ગણેશ મહોત્સવ સમિતી દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં હવનના મુખ્ય યજમાન તરીકે હિંમાશુભાઇ પ્રમુખભાઇ પરીખ અને એમનો પરિવારે હવનમાં આહુતિનો લાભ લીધો હતો. જેમાં બપોરે 12.15 કલાકે શ્રીફળ હોમનો કાર્યક્રમમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતુ.

આજે બપોરે 3.30 કલાકે ગાયત્રી પરિવાર મહિલા મંડળ દ્વારા આનંદનો ગરબો અને રાત્રે 9 કલાકે મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. આજે બપોરે પાટડી જમાદારવાસના સ્વ.ગણપતલાલ મારફતીયા પરિવારના લાલાભાઇ અને એમના પરિવારજનો દ્વારા નાના નાના ભુલકાઓ માટે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા હર્ષદભાઇ પટેલ, રાજુભાઇ શર્મા, મોન્ટુ ઠક્કર અને યોગેશભાઇ શર્મા, અમરતભાઇ રાવળ, રાજુભાઇ ઠક્કર, વિક્રમસિંહ વાઘેલા અને રાજુભાઇ ગબ્બર સહિત સમગ્ર શ્રી ગણેશ મહોત્સવ સમિતી દ્વારા રાત દિવસ એક કરી સફળ બનાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટડીના જમાદારવાસ અને દરબારી ચોકમાં પાછલા ઘણા વર્ષોથી 10 દિવસના ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં સતત 10 દિવસ સુધી રોજ રાત્રે યોજાતી ગણપતિ દાદાની ભવ્ય આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર પાટડીના નગરજનો ઉત્સાહભેર જોડાય છે. અને છેલ્લે ગણપતિ વિસર્જનના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે પાટડીના ઐતિહાસિક ગામ તળાવમાં ગણપતિ દાદાનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવે છે. ત્યારે પાટડી 36 ફૂટ ઊંચા સિધ્ધી વિનાયક મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવ અંતર્ગત મંદિરને રંગબેરંગી લાઇટો અને ફુલોના શણગારથી અનોખી રીતે શણગારવામાં આવ્યું હતુ.