ભાવનગર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી, 36 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો; 5 એપ્રિલે યુવરાજસિંહે ચાર નામ સાથે આક્ષેપ કર્યો હતો | Major action by Bhavnagar police, 36 people booked; On April 5, Yuvraj Singh made an allegation with four names | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત બોર્ડ અને ગુજરાત સરકારના વિવિધ સરકારી વિભાગોમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે આ મામલે ભાવનગર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર પોલીસે ફરિયાદી બની કુલ 36 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓએ વર્ષ 2012થી 2023 સુધીની પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડ્યા હોવાનો ખુલાસો થયો છે.

યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતા

યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતા

શું છે સમગ્ર મામલો?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા 5 એપ્રિલના એક પ્રેસ કોન્ફરન્સ કરી બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહ ચાર નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા અને સાથે પોતાના દ્વારા આ નામોનું ક્રોસ વેરિફિકેશન કરાયું હોવાનો પણ દાવો કરાયો હતો.સાથે કહ્યું હતું કે, જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો વધુ નામો બહાર આવી શકે છે. ડમી તરીકે પરીક્ષા આપવા બદલ 8 થી 12 લાખ રૂપિયા લેવાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આજે આ મામલે ભાવનગર એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ બી.એચ.શીંગરખીયાએ 36 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો

(1) શરદકુમાર ભાનુશંકર પનોત રહે.દિહોર, તળાજા

(2) પ્રકાશ કુમાર ઉર્ફે પી.કે કરસનભાઈ દવે રહે. પીપીરલા તળાજા

(3) બળદેવ રમેશભાઈ રાઠોડ રહે.દિહોર તળાજા

(4) મિલનભાઈ ઘુઘાભાઈ બારૈયા રહે.તળાજા

(5) પ્રદીપકુમાર નંદલાલભાઈ બારૈયા રહે.સિહોર

(6) શરદભાઈના કહેવાથી ફિઝિક્સની પરીક્ષા આપનાર

(7) મિલન ઘુઘાભાઈ આપેલ ડમી વિદ્યાર્થી રહે.ભાવનગર

(8) કવિત એન.રાવ રહે. ભાવનગર

(9) ભાવેશ રમેશભાઈ જેઠવા રહે.પીપરલા તળાજા

(10) રાજપરા દિહોર તળાજાના કોઈ વિદ્યાર્થીના

(11) જી.એન દામાણી મ્યુનિસિપલ હાઇસ્કુલ ધારી જિ.અમરેલી

(12) રાજ ગીગાભાઈ ભાલીયા રહે.ભાવનગર

(13) હિતેશ બાબુભાઈ રહે. ભાવનગર

(14) હિતેશ બાબુભાઈનો ડમી રાહુલ રહે.બોટાદ સીટી

(15) પાર્થ ઈશ્વરભાઈ જાની રહે.હિમાલયા પાર્ક-1 ટોપ થ્રી સામે અધેવાડા

(16) પાર્થ ઈશ્વરભાઈ જાનીનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર

(17) રમણીકભાઈ મથુરામભાઈ જાની રહે.સિહોર ભાવનગર

(18) ભાર્ગવ કનુભાઈ બારૈયા દવે રહે.દિહોર તળાજા

(19) મહેશભાઈ લાભશંકરભાઈ લાઘવા રહે. કરમદીયા મહુવા

(20) અંકિત લકુમ રહે.ભાવનગર

(21) વિમલભાઈ બટુકભાઈ જાની રહે. દિહોર તળાજા

(22) કૌશિકકુમાર મહાશંકર જાની રહે. ભાવનગર

(23) જયદીપ બાબુભાઈ ભેડા રહે.ભાવનગર

(24) ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યા રહે.ભાવનગર

(25) ભગીરથભાઈ અમૃતભાઈ પંડ્યાનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર

(26) નિલેશ ઘનશ્યામભાઈ જાની રહે.ભાવનગર

(27) નિલેશ ઘનશ્યામભાઈ જાનીનો ડમી ઉમેદવાર રહે.ભાવનગર

(28) જયદીપ ભદ્રેશભાઈ ધાંધલીયા રહે.ભાવનગર

(29) અક્ષર રમેશભાઈ બારૈયા રહે. બારસો મહાદેવની વાડી કાળનાળા ભાવનગર

(30) સંજય હરજીભાઈ પંડ્યા રહે.ગાંધીનગર

(31) દિનેશ બટુકભાઈ પંડ્યા રહે.ભાવનગર

(32) ભદ્રેશભાઈ બટુકભાઈ પંડ્યા રહે.ભાવનગર

(33) અભિષેક પંડ્યા રહે.ટીમાણા તળાજા

(34) કલ્પેશ પંડ્યા રહે.તળાજા

(35) ચંદુભાઈ પંડ્યા રહે.ભાવનગર

(36) હિતેન હરિભાઈ બારૈયા રહે.ભાવનગર

મિલન ઘુઘાભાઈ બારૈયાએ જ ડમી તરીકે સાત પરીક્ષાઓ આપી
પોલીસે મિલન ઘુઘાભાઈ બારૈયાને બોલાવી પૂછપરછ કરતા પોતે શરદભાઈ પનોત અને પ્રકાશ ઉર્ફે પીકે દવેના કહેવાથી ડમી તરીકે સાત પરીક્ષાઓ આપી હોવાનું પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. જે પરીક્ષાઓ આપી હતી તેની વિગત નીચે મુજબ છે.

1. વર્ષ 2020માં શરદભાઈના કહેવાથી એક શિક્ષકના દીકરાની ધોરણ 12ની ફિઝિક્સની પરીક્ષા ભાવનગરના સ્વામી વિદ્યામંદિરમાં ડમી તરીકે આપી

2. વર્ષ 2020માં ધોરણ 12 આર્ટસના અંગ્રેજી પેપરની પરીક્ષા ડમી તરીકે આપી

3. કવિત. એ. રાવના ડમી તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા 2022માં અમદાવાદમાં આપી હતી

4. જેઠવા ભાવેશભાઈ રમેશભાઈના ડમી તરીકે પશુધન નિરીક્ષક તરીકે 2022માં પરીક્ષા આપી હતી

5. તળાજાના રાજપરાના એક વિદ્યાર્થીના ડમી તરીકે વર્ષ 2022માં વન રક્ષકની પરીક્ષા ડમી તરીકે આપી હતી

6. વર્ષ 2022માં ધોરણ 10ની પરીક્ષા અમરેલીમાં ડમી તરીકે આપી હતી

7. ભાલીયા રાજ ગીગાભાઈના ડમી તરીકે વર્ષ 2022માં ધોરણ 12 સાયન્સની પરીક્ષા અમરેલીમાં ડમી તરીકે આપી

ડમી તરીકે પરીક્ષામાં બેસવા બદલ એક ઉમેદવાર દીઠ શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પી.કે. દ્વારા 25 હજાર રૂપિયા અપાયા હોવાનું પણ પોલીસ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

કઈ રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
આરોપીઓ પોતાના ફાયદા માટે એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ ઉપરના ફોટોગ્રાફ લેપટોપના માધ્યમથી ચેડા કરી તેની જગ્યાએ ડમી વ્યકિતને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.

યુવરાજસિંહ ચાર ડમી ઉમેદવારોના નામ સાથે આક્ષેપ કર્યો હતો
ડમી ઉમેદવારોના કથિત કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા 5 એપ્રિલે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં કયા ઉમેદવાર વતી કયા ડમી ઉમેદવારે પરીક્ષા આપી તે અંગેની વિગતો જાહેર કરી હતી. જેમાં 1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22) 2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22) 3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) 4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)ના નામ આપ્યા હતા.

2016 પછીની ભરતી પરીક્ષામાં પાસ ઉમેદવારોના વેરિફિકેશનની માગ કરાઈ હતી
યુવરાજસિંહે કહ્યું હતું કે, આ કૌભાંડ કરવા માટે સૌ પ્રથમ ફોટો મર્જ કરીને બનાવવામાં આવે છે. ઓજસમાં જ્યારે ફોર્મ ભરવામાં આવે ત્યારે આજ ફોટોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જે ઉમેદવાર ડમી તરીકે બેસવાનો હોય તે પોતાનું આધારકાર્ડ ખોટું બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જે નામો જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ ઉમેદવારોને ક્રોસ ચેક કરવાની માગ કરવામાં આવી હતી.ખાસ કરીને 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم