- Gujarati News
- Local
- Gujarat
- Surat
- By Booking Rooms In Two Luxurious Hotels In Surat, The Young Man Made 3.67 Lakhs, Booking The Hotel Rooms By Getting People’s Credit Card Information.
સુરત3 મિનિટ પહેલા
- કૉપી લિંક
અલગ અલગ વ્યક્તિના ક્રેડિટ કાર્ડ ની માહિતી મેળવી સુરતની લક્ઝુરિયસ હોટલમાં રૂમ બુક કરાવી લાખોની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
સુરતમાં અલગ અલગ વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડ ની માહિતી મેળવી હોટલના રૂમ બુક કરાવનાર સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. અન્યના ક્રેડિટ કાર્ડ ની વિગતો મેળવીને સુરતની લક્ઝરીયસ હોટલમાં રૂમ બુક કરાવવામાં આવતા હતા. સુરતની બે લક્ઝરી હોટલમાં 3.67 લાખ રૂપિયા ચૂકવી રૂમ બુક કરાવીને છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે ક્રેડિટ કાર્ડ પરથી છેતરપિંડી કરનારને વેસુ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્યના ક્રેડિટ કાર્ડ થી હોટલમાં રૂમ બુક કરાવ્યા
સુરત સાયબર પોલીસ મથકમાં ગત તા. 11/12/2022 થી જાન્યુઆરી-2023દરમિયાન યોગેશ બંસલે અન્યના ક્રેડિટ કાર્ડ થી સુરત મેરીયટ હોટલમાં પોતાના નામે તથા રાહુલ શર્મા તથા નિખિલ માહ્યાવંશીના નામે હોટલમાં રૂમ બુક કરાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. યોગેશ બંસલે કોઈને કોઈ રીતે ક્રેડિટ કાર્ડની વિગત મેળવી લઈ પૂર્વ આયોજીત કાવતરૂ રચી મેરિયટ હોટલમાં લક્ઝરિયસ રૂમ બુક કરાવી તેનું પેમેન્ટ અલગ-અલગ વ્યક્તિઓના ક્રેડીટ કાર્ડથી રૂ.2,35,990 કરેલ હતું.
બેંક દ્વારા રૂપિયા પરત કરી લેવાયા
હોટલના રૂમ બુક માટે કરવામાં આવેલ પેમેન્ટ અન્ય વ્યક્તીઓના ક્રેડીટ કાર્ડથી કરવામાં આવ્યું હોવાથી બેંક દ્વારા ચાર્જ બેક કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહિ આ રીતે ઓરેંજ મેગા સ્ટ્રક્ચર લી. (ટીજીબી હોટેલ) માં પણ અન્ય વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી કુલ્લે 1,32,000નું પેમેન્ટ કરીને રૂમ બુક કરવામાં આવ્યા હતા.અને કુલ્લે રૂ.3,69,990 ની છેતરપીંડી કરી ગુનો આચરવામાં આવ્યો હતો.
સાયબર પોલીસે આરોપીને ઝડપી પાડયો
ક્રેડિટ કાર્ડ પરથી છેતરપિંડી કરી રૂમ બુક કરાવવા અંગે સુરત સાયબર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે ગુના ને લઇ સુરત સાયબર પોલીસની ટીમ આરોપીને પકડવા તપાસ કરી રહી હતી દરમિયાન સાયબર પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.અને વેસુમાં સોમેશ્વર ચોકડી ખાતે આવેલ C 602 શિવ અભિષેક રેસીડેન્સી ખાતે રહેતા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી યોગેશ વિષ્ણુભાઇ બંસલ શોધી કાઢી તેની ધરપકડ કરી કાયદેરની કાર્યવાહી હાથધરી છે.
હોટલમાં આધાર પુરાવા પણ ખોટા રજૂ કર્યા
ધરપકડ કરાયેલ આરોપીની પૂછપરછ માં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ સુરત મેરીયોટ હોટલમાં જે આધારકાર્ડની ઝેરોક્ષ રજુ કરી હતી તે આધારકાર્ડ બોગસ બનાવેલ હતા.ત્યારે સાયબર પોલીસે આ અંગે કલમ-465, 468, 471 મુજબનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવી છે.અને વધુ તપાસ ચાલુ છે.