Thursday, April 20, 2023

મોરબીમાં ત્રણ ટેન્કરનો સોદો કરી 36.99 લાખનું ચીટિંગ કરનાર બે ઝડપાયા, એક આરોપી જેલહવાલે, એકના જામીન મંજૂર | 36.99 lakh cheated by dealing with three tankers in Morbi caught, one accused in jail, one granted bail | Times Of Ahmedabad

મોરબી43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબીના સામાકાંઠે સૂર્યકીર્તિનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ હુંબલે ગત તા. 5ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે ટ્રક ટેન્કરનો ધંધો કરે અને પોતાના ચાર ટેન્કર છે. જે ટેન્કર જામનગર રિલાયન્સ કંપનીમાં ચાલે છે. જેથી તેઓ કચ્છમાં લોડાઈ ખાતે ગુરુદ્વારા આવ્યા હતા. જ્યાં દેવાભાઈ પંડક (રહે. જામનગર વાળા) સાથે ઓળખાઇ થઇ હતી અને હસમુખભાઈ હુંબલ પાસે રહેલા ટેન્કર વેચવાના ગહતા. જેથી છ એક મહિના પહેલા દેવાભાઈને વાત કરી હતી જેથી દેવાભાઈએ ટેન્કર ગાડીઓ એક ભાઈને લેવાની છે કહીને દેવાભાઈ કોઈ ભુરાભાઈ મોરી (રહે. રાતડી પોરબંદર વાળા)ને લાવ્યા હતા. ગાડીઓ જોયા બાદ ટેન્કર ગમે છે જેથી ત્રણેય ગાડીઓ પોતે લેવાની છે તેમ કહીને એક ગાડીના રૂ 12. 50 લાખ નક્કી કર્યા હતા.

જેમાં 6.51 લાખ રોકડા આપવાનું નક્કી કર્યું હતું અને ત્રણેય ગાડીનો સોદો કરી દેવાભાઈ અને ભુરાભાઈ મોરી મોરબી આવ્યા હતા. 6.51 લાખ એડવાન્સ આપવાના અને બાકીના રૂપિયા લોન થયા બાદ 45 દિવસમાં ચૂકવી આપવાનું નક્કી કર્યું હતું. તેમજ ફરિયાદી હસમુખ અને તેના ભાઈ પ્રદીપભાઈની ત્રણ ગાડીઓ ભુરાભાઈને લેવાની હોય જેથી એક લખાણ કર્યું હતું. જે બંને પક્ષોએ નોટરી કરાવી અને ત્રણેય ગાડીઓનો કબજો જામનગર ખાતેથી બારોબાર ભુરાભાઈને સોપી દીધો હતો.

ત્યારે તમામ અસલ કાગળો અને ટીટીઓ ફોર્મમાં સહી કરી ભુરાભાઈ અને બાબુભાઈ પર વિશ્વાસ રાખીને સોપી દીધા હતા. એક મહિના પછી એડવાન્સ આપવાના હતા જે પૈકીના રૂ 51 હજાર ખાતામાં નાખ્યા હતા અને બાકી પૈસા માટે ભુરાભાઈને અનેક વખત કહેવા છતા ખોટા બહાના બતાવતા હતા. જેથી દેવાભાઈને વાત કરતા તેઓ પણ બહાના બનાવતા હતા. આમ આરોપી દેવાભાઈ પંડક અને ભુરાભાઈ મોરીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ત્રણ ટેન્કર લીધા હતી. પરંતુ જેના બાકી નીકળતા રૂ 36.99 લાખ નહીં આપી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

જે ચીટીંગના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ PSI જે. બી. રાણા અને દશુભા જેઠવાની ટીમે શરુ કરી હતી. જેમાં ચીટીંગના ગુનામાં બંને આરોપી દેવાભાઈ પંડક અને ભુરાભાઈ મોરીને ઝડપી લીધા હતા. બંને આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા અને બંને આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી દેવાભાઈ પંડકના જામીન મંજુર થયા હતા તો આરોપી ભુરાભાઈ મોરીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: