મહીસાગર જિલ્લામાં 38 હજારથી વધુ લોકો કાર્યક્રમ નિહાળશે, જિલ્લા ભાજપ દ્વારા 941 બુથો, 146 શક્તિ કેન્દ્રો સહિતના સ્થળોએ સૂચારુ આયોજન | More than 38,000 people will watch the program in Mahisagar district, well organized by the district BJP in 941 booths, 146 Shakti Kendras. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • More Than 38,000 People Will Watch The Program In Mahisagar District, Well Organized By The District BJP In 941 Booths, 146 Shakti Kendras.

મહિસાગર (લુણાવાડા)15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100મી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત તારીખ 29 એપ્રિલ 2023 અને શનિવારના રોજ સવારે 11 કલાકે લુણાવાડા નંદન આર્કેડ ખોડિયાર કાઠિયાવાડી ધાબાના હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દશરથ બારિયાએ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના ઉપસ્થિત પત્રકારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી મન કી બાત સાંભળવાના કાર્યક્રમ અંગે જિલ્લામાં કરવામાં આવેલા આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્ર મોદી મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી સૌની સાથે જોડાતા હોય છે. તેવી જ રીતે આ વખતે 100મો એપિસોડ એ ઐતિહાસિક અને યાદગાર જવા થઈ રહ્યો છે. ત્યારે આ મન કી બાતના કાર્યક્રમનું સૂચારું આયોજન મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ છે. જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ચારેક દિવસથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપરથી કોલ સેન્ટર પણ ચલાવવામાં આવે છે. 941 જેટલા બુથ પ્રમુખ, પ્રભારી, બુથના વાલી, 146 શક્તિકેન્દ્રો પર જિલ્લા પંચાયત સદસ્યો, છ તાલુકા પંચાયત સદસ્યો, ત્રણ નગરપાલિકાના સદસ્યો અને પક્ષના પદાધિકારીઓને કાર્યક્રમ અંગે માહિતગાર કરી અને 30મી એપ્રિલે પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ સમૂહમાં નિહાળે એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવી છે.

જિલ્લામાં પ્રભાવી સ્થળોએ ઓછામાં ઓછા 20થી વધારે જગ્યાએ વધારેમાં વધારે લોકો આ કાર્યક્રમને નિહાળે તે પ્રમાણે સાત મોરચાઓ દ્વારા પણ આયોજન કરવામાં આવેલું છે. જિલ્લાના નવ મંડળ છે તો એ મંડળ પ્રમુખોએ પણ પોતાના તમામ શક્તિ કેન્દ્રમાં એક જગ્યાએ પ્રભાવશાળી કાર્યક્રમ થાય કે જ્યાં 150-200કે તેથી વધારે લોકો ઉપસ્થિત રહી અને આદરણીય નરેન્દ્ર મોદીના મન કી બાતનો 100મો એપિસોડ નિહાળે તે માટેનું આયોજન મંડળના પ્રમુખોએ પણ કરેલ છે. જિલ્લાના 21 જેટલા સેલ છે, 24 જેટલા વિભાગ છે તો એના સંયોજક અને ટીમ સાથે આ કાર્યક્રમને નિહાળશે અને વધારેમાં વધારે પોતાના ક્ષેત્રના લોકોને જોડે એ પ્રમાણેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. જિલ્લાના ત્રણ નગરો લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોરમાં ડોકટર સેલ દ્વારા જ્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ સુવિધાઓ હોય તે દવાખાનાની અંદર આવતા લોકો પણ કાર્યક્રમ જોઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે.

સંતરામપુર લુણાવાડા અને બાલાસિનોર બસ સ્ટેશન ઉપર પણ આ કાર્યક્રમમાં મુસાફરો જોઈ શકે તેમ આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, દૂધની ડેરી, એ જગ્યાઓમાં નોટિસ બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું છે કે 30મી એપ્રિલ 11 વાગે દેશના વડાપ્રધાન દ્વારા આપણી સાથે જોડાવાના છે તો દરેક ગ્રાહકો મન કી બાત સાથે જોડાય.

મહીસાગર જિલ્લા ભાજપના આયોજન પ્રમાણે અંદાજીત 37 થી 38 હજાર લોકો જોઈ અને સાંભળી શકે એ પ્રમાણેનું આયોજન કરેલ છે અને હજુ થોડો સમય છે ત્યારે વધુમાં વધુ લોકો જોડાય એ પ્રમાણેનો પ્રયત્ન હાલ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર સંતરામપુરના ગોઠીબ બુથ ઉપરથી આ કાર્યક્રમને નિહાળનાર છે. સાંસદ રતનસિંહ રાઠોડ ભોજા બુથ ખાતેથી તેમજ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ રૈયોલી ડાયનાસૌર પાર્ક અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા લુણાવાડા નગરથી આ કાર્યક્રમને નિહાળશે.

મહીસાગર જિલ્લાના બધા જ પદાઅધિકારીઓ ચૂંટાયેલા લોકો પોતપોતાના બુથની અંદર કોઈ એક બુથ ઉપર જઈ 150 થી 200 લોકો સાથે આ કાર્યક્રમને નિહાળી શકે એ પ્રમાણેનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલું છે. તેમજ પ્રચાર અને પ્રસાર માધ્યમ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ જ જ્ઞાનવર્ધક પ્રેરણાદાયી મન કી બાત કાર્યક્રમ વધુમાં વધુ લોકો નિહાળે તેવી અપીલ કરવામાં આવી છે.

Previous Post Next Post