બનાસકાંઠા (પાલનપુર)7 કલાક પહેલા
- કૉપી લિંક

પાથાવાડા પોલીસ વકતાપુરા પાટીયા નાકાબંદી દરમિયાન પોલીસને મળેલી બાતમી હકીકત આધારે એક સ્વીફ્ટ ગાડી દારૂ ભરેની આવનાર છે જે હકીકત વાળી ગાડી આવતા પોલીસ તેને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ખીમત તરફ ભગાડી હતી. પોલીસ તેનો પીછો કરતા ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉતારતા ગાડી વાડ સાથે ટકરાતા પોલીસે ગાડીને કોર્ડન કરી ગાડીને અને ચાલાકને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસ ગાડી તપાસ કરતા ગાડીમાંથી 396 જેટલી દારૂની બોટલો મળી આવતા પોલીસ ગાડી ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ વાડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા પાંથાવાડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ સ્ટેશન સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન ફરતા ફરતા વકતાપુરા પાટીયા પાસે આવતાં અ હેડકોન્સ વિરભદ્રસિંહનાઓને બાપલા તરફના રોડેથી એક સ્વીટ ડીઝાયર GJ.01.FT.41 નંબર માં દારૂ ભરીને ગાડી વકતાપુરા તરફના રોડે આવનાર છે જે હકીકત આધારે પંચો તેમજ પોલિસ સ્ટાફના માણસો સાથે વકતાપુરા પાટીયા પાસે રોડ ઉપર નાકાબંધીમાં હતા દરમ્યાન હકીકતવાળી સ્વીટ ડીઝાયર ગાડી આવતાં તેને હાથનો ઈશારો કરી રોકાવતાં તેના ચાલકે ગાડી ખીંમત તરફના રોડે ભગાડેલ જેથી પોલીસે તેનો પીછો કરતાં ચાલકે તેની ગાડી રોડની સાઈડમાં નીચે ઉતારી વાડ સાથે અથડાવેલી ચાલકને કોર્ડન કરી ગાડીમાંથી નીચે ઉતારતાં તેમાં ચાલક આત્મારામ રામકુમાર ખારોલ રાજપૂત રહે ભોજરાસ ભીલવાડા રાજેસ્થાન ઈસમને ઝડપી પાડી ગાડીમાં ચેક કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ 396 જેની 1 લાખ 4 હજાર 796 તેમજ કુલ 3 લાખ 9 હજાર 796 નો મુદ્દામાલ કબ્જે લઇ ઈસમ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.