દિવ્યાંગે 4 પરીક્ષા પાર કરી હવે ક્લાસ-1 ની તૈયારી | Divyang passed 4 exams now preparing for class-1 | Times Of Ahmedabad

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • હેબતપુરના ખેતમજૂર પરિવારના સંતાને હાઇકોર્ટ, કૃષિ યુનિવર્સિટી, રેલવે અને બિનસચિવાલયની પરીક્ષાઓ ઉત્તિર્ણ કરી
  • વિજય બાવળિયાએ નાની ઉંમરમાં માતાનું છત્ર ગુમાવ્યું, શ્રમિક કાકા-કાકી બન્યાં તારણહાર

કેતનસિંહ પરમાર
ધોલેરા તાલુકાના હેબતપુર ગામનો 29 વર્ષના દિવ્યાંગ યુવકે ચાર-ચાર સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી હાલમાં ભાવનગર ખાતે બિનસચિવાલયમાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવી રહ્યો છે ત્યારે તેનું સપનુ આવનાર દિવસોમાં ક્લાસવન અધિકારી થવાનુ છે. તેના માટે તે હાલમાં નોકરી સાથે તૈયારી કરી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના છેવાડાના હેબતપુર ગામના માલુભાઈ મોહનભાઈ બાવળીયા ઉ.વ.55 અને તેમના પત્નિ રેખાબેન ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં 1 પુત્ર વિજયભાઈ તે જન્મથી પગે વિકલાંગ છે.

તેના જન્મના 2 વર્ષ બાદ તેની માતા રેખાબેનનું અવસાન થતાં ત્યારથી આ વિજયભાઈ તેમના કાકા માધુભાઈ મોહનભાઈ અને તેમના કાકી ગીતાબેન સાથે રહે છે. અને તેમને સંતાનમાં 1 પુત્ર અને 4 પુત્રી છે. તેમની સાથે આ વિજય રહેતો હતો. તેમના કાકાનો પરીવાર પણ ખેત મજુરી કરી છે ત્યારે આવી પરિસ્થિતિમાં આ દિવ્યાંગ વિજયભાઈએ પોતે સરકારી નોકરી કરવાનું લક્ષ મનમા નક્કી કરી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી સરકાર ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરતા તેણે પ્રથમ પરીક્ષા વર્ષ 2019 માં હાઈકોર્ટ પટ્ટાવાળાની પાસ કરી તેમા પોતાની જોબ શરૂ કરી હતી.

ત્યારબાદ તેણે નોકરી સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનુ ચાલુ રાખ્યુ હતું. જેમા વર્ષ 2022 માં કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્ક ત્યારબાદ ફરી વર્ષ 2022 માં રેલવે વિભાગની ડીની પરીક્ષા પાસ કરેલી અને છેલ્લે વર્ષ 2023 માં બિન સચિવાલયની પરીક્ષા પાસ કરી, હાલમાં ભાવનગર ખાતે માર્ગ મકાન વિભાગમાં પોતાની ફરજ બજાવે છે. આમ ખેતમજુર પરિવારના આ યુવક સરકારની વિવિધ વિભાગની 4 સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે. અને સાથે હાલમાં કોલેજનો અભ્યાસ ચાલુ છે.

આવનાર દિવસોમાં ક્લાસવનની પરીક્ષા આપી પાસ કરવાનુ સપનુ છે. 2 વર્ષની ઉમરમાં માતાનુ અવસાન થતાં કાકાના પરિવારનું વિશેષ મહત્વ રહ્યું વિજયભાઈનો જન્મ થયાના 2 વર્ષમાં તેની માતા રેખાબેનનુ અવસાન થયુ હતુ અને તેમને કોઈ ભાઈ કે બહેન ન હતા. આથી તે તેના કાકા-કાકીના પરિવાર સાથે રહેતા હતા. આ કાકા-કાકીને 5 સંતાનો જેમકે 1 પુત્ર અને 4 પુત્રી હતા. આ તમામ સભ્યો ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ત્યારે આ દિવ્યાંગ વિજયભાઈને તેમના કાકા કાકીએ અભ્યાસ માટે ગાંધીનગર મોકલી ભણાવ્યા.પરિણામસ્વરુપે આજે તે સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી નોકરી કરી રહ્યો છે તેનો તમામ શ્રેય તેના કાકા કાકીનો છે તેમ વિજયભાઈએ જણાવ્યું હતું. ક્લાસિસમાં હજારો રૂપિયા ખર્ચીને પણ પાસ ના થઇ શકતા ‌પરીક્ષાર્થીઓ માટે આ કિસ્સો પ્રેરણાત્મક છે. મક્કમ મન અને પૂર્ણ નિષ્ઠાથી આરંભાયેલા કાર્યને જરુર સફળતા મળતી હોવાનું દ્રષ્ટાંત આ કિસ્સા પરથી મળે છે.

કઇ પરિક્ષા ક્યારે પાસ કરી
2019 હાઈકોર્ટ પટ્ટાવાળા
2022 કૃષિ યુનિ. ક્લાર્ક
2022 રેલવે વિભાગની
2023 બિન સચિવાલય

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم