Thursday, April 20, 2023

આહવાનાં લોન ધારકને 4 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ; 10 હજારનો દંડ ફટકાર્યો | 4 lakh check return case to Ahva's loan holder for one year in jail; 10 thousand fined | Times Of Ahmedabad

ડાંગ (આહવા)6 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

આહવાના એક વાહનમાલિકે વાંસદા ફાયનાન્સ કંપનીમાંથી રૂ. 4 લાખની લોન લઈ હપ્તા નહીં ભરતા તે પેટે આપેલા રૂ. 4 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં વાહન માલિકને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

ફરિયાદ પક્ષે પણ અદાલતના સમયનો વેડફાટ કરવામાં કોઈ કસર દાખવેલી ન હોય રૂ. 3 હજારનો દંડ કરાયો છે. આહવા ખાતે ગ્રામ પંચાયત કચેરીની સામે રહેતા રાજેશ ગનુભાઈ ગાયકવાડએ તા. 25/09/2015ના રોજ તેમના વાહન (નં.જીજે-01-એવાય- 8245) ૫૨ વાંસદાના રાણી ફળીયા ખાતે આવેલી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ લિ.માંથી રૂ. 4 લાખની લોન લીધી હતી. નિયમ મુજબ લોનના હપ્તા નહીં ભરતા કંપનીએ લોનની ઉઘરાણી શરૂ કરી હતી. જેથી રાજેશ ગાયકવાડે આહવાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો તા. 24/10/2018ના રોજ રૂ. 4 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ફાયનાન્સ કંપનીએ વાંસદા સ્ટેટ બેંકમાં નાખતા રિટર્ન થયો હતો.

જે અંગે ફાયનાન્સ કંપનીએ જરૂરી કાર્યવાહી બાદ વાંસદા કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા વાંસદાના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. એમ.એફ. પઠાણે ચેક રિટર્નના આરોપી રાજેશ ગાયકવાડને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો છે. જો દંડની ૨કમ ન ભરે અથવા ૨કમ ભરવામાં કસુર કરે તો વધુ 3 મહિનાની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે પણ અદાલતના સમયનો વેડફાટ કરવામાં કોઈ કસર દાખવેલ નથી. તેમની સુસ્તી અને શિથિલતાના કારણે પણ ઈન્સાફી કાર્યવાહીમાં વિલંબ થયેલ છે. જેથી ફરિયાદ પક્ષને પણ રૂ. 3 હજારનો કોસ્ટ તરીકે દિન 7માં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નવસારીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: