Friday, April 21, 2023

બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 14 થયો | 4 new cases were reported in Banaskantha district today, taking the number of active cases to 14 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 04 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 14 એક્ટિવ કેસ થયા છે.આજે RT-PCR 503 અને ANTIGEN 1089 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે થરાદમાં 02 ડીસામાં 01 દાંતીવાડામાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લા ચાર કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ભારતમાંથી હજી કોરોના નાબૂદ થયો નથી આ અંગે આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અને આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધુને વધુ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં હાલ 14 એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે 14 તાલુકામાંથી આજે ત્રણ તાલુકામાં કોરોના પોઝીટીવ કેશ નોંધાયા છે જિલ્લા કુલ 1592 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 04 કેસ નોંધાતા કુલ 14 એક્ટિવ કેસ થયા છે આજે ત્રણ લોકો એ કોરોના ને માત આપી છે ધીમે ધીમે વધતા કોરોના કેસોમાં લોકોને સતર્ક રહેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: