Sunday, April 2, 2023

પાટણ જિલ્લામાં આજે નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 20 પર પહોંચ્યો | 4 new cases were reported in Patan district today, the number of active cases reached 20 | Times Of Ahmedabad

પાટણ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.અને દિવસે દિવસે કોરોનના કેસમાં વધારો થયો છે.ત્યારે રવિવારે કોરોનાના 4 કેસ નોંધાયા હતા. જેમાં ચાણસ્મા 3 અને પાટણ 1 નોંધાયો હતો. જિલ્લામાં કુલ 20 એક્ટિવ કેસ છે. જેમાં 15 લોકો હાલ હોમ આઈસોલેશનમાં છે.

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ચાણસ્મા શહેરના ઇન્દિરાનગરમાં 20 વર્ષના યુવાન,વઝીફ સોસાયટીમાં 38વર્ષ પુરુષ અને મંડલોપ ગામે 23 વર્ષના યુવાન સહિત પાટણ શહેરના મોતીશ દરવાજા વિસ્તારમાં 24 વર્ષની યુવતીનો ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રવિવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવતા કોરોનાના 4 કેસ સામે આવ્યો હતો.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 641 અને એન્ટીજન મળી કુલ 641 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 3પુરુષ અને 1 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 20 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.