ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ભાવનગરમાં ડમીકાંડ અને ત્યારબાદ સામે આવેલા તોડકાંડને લઈ રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓની ધડપકડ કરી છે, જેથી આ મામલે અત્યાારસુધીમાં કુલ 23 આરોપીઓ ઝડપાયા છે.

ભાવનગર શહેર-જિલ્લા સાથોસાથ બોટાદ જિલ્લામાં પણ ડમીકાંડ અને તોડ પ્રકરણે પોલીસની અલગ અલગ ટીમો પુરા જોશ સાથે તપાસ કરી રહી છે અને દરરોજ નવા આરોપીઓની ધડપકડ કરાઈ રહી છે ત્યારે ડમીકાંડમાં શરડની પૂછપરછ દરમ્યાન ચાર આરોપીઓની ધડપકડ કરી છે, જેમાં એક MPHW તથા બે ખેતીના અને એક અભ્યાસ સાથે સંકળાયેલા છે, જેમાં ચંદ્રદિપ ભરત ચૌહાણ ઉ.વ.21 રે.હાલ શિવાજીનગર તળાજા મૂળ ગામ ઉમરલા તા.તળાજા, મહાવિરસિંહ રઘુભા સરવૈયા ઉ.વ.39 રે.નવા સાંગાણા તા.તળાજા કિર્તિકુમાર મુકેશભાઈ પનોત ઉ.વ.29 રે.નવાગામ-દિહોર તા.તળાજા અને સંજય ગોવિંદ સોલંકી (MPHW, છોટા ઉદયપુર) ઉ.વ.25 રે.કોંજળીગામ તા.મહુવા હાલ છોટાઉદેપુર વાળાની ધડપકડ કરી છે.
આ પહેલા ઝડપાયેલા 19 આરોપીઓના નામ
- શરદ પનોત
- પ્રકાશ ઉર્ફે પી.કે. દવે
- બળદેવ રમેશભાઈ રાઠોડ
- પ્રદીપ નંદલાલભાઈ બારૈયા
- સંજય હરજીભાઈ પંડ્યા
- અક્ષર રમેશભાઈ બારૈયા
- મિલન બારૈયા
- વિરમદેવસિંહ ગોહિલ
- વિપુલ અગ્રાવત
- ભાર્ગવ કનુભાઈ બારૈયા
- પાર્થ ઈશ્વરભાઈ જાની
- અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી
- રમેશભાઈ બચુભાઈ બારૈયા
- રાહુલ દીપકભાઈ લીંબડીયા
- હસમુખ પુનાભાઈ ભટ્ટ
- જયદીપ બાબભાઈ ભેડા
- દેવાંગ યોગેશભાઈ રામાનુજ
- યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર
- હિરેન રવિશંકર જાની