Monday, April 24, 2023

ગોઝારીયામાં જુગાર રમતા 4 ઝડપાયા, 60 હજારથી વધુનો મુદ્દામાલ ઝપ્ત | 4 caught gambling in Gozaria, more than 60 thousand seized | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં ગામની સીમમાં ચાલતા જુગાર અંગે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસે દરોડો પાડી ચાર જુગારીને રંગેહાથ પત્તા ટીચતા ઝડપી લીધા હતા.જેમાં 60 હજારથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ આદરી છે.

મહેસાણા ના ગોઝારીયા ખાતે આવેલ જાબુડી વાળ વિસ્તારમાં ચાલતા જુગાર અંગે લાઘણજ પોલીસને જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી.રેડ દરમિયાન સ્થળ પરથી નીરવ રાજેન્દ્રભાઈ પટેલ, ભરત પટેલ,શંકર પટેલ, ભોળા પટેલને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 65,200 મળી ચાર સામે લાઘણજ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: