Sunday, April 16, 2023

વડોદરાના શિનોરમાં 4 લાખથી વધુના વિદેશી દારૂના કેસમાં ભાગતા ફરતા બુટલેગરની પેરોલ ફર્લો સ્ક્વોડે દમણથી ધરપકડ કરી | Absconding bootlegger in Vadodara's Shinore case of over 4 lakh foreign liquor arrested by Parole Furlough Squad from Daman | Times Of Ahmedabad

વડોદરા20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
આરોપી ભગુ પટેલ. - Divya Bhaskar

આરોપી ભગુ પટેલ.

વડોદરા જિલ્લાના શિનોરમાં 4 મહિના પહેલા પકડાયેલા 4.36 લાખના વિદેશી દારૂના કેસમાં વડોદરા રૂરલ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે બુટલેગર ભગુ પટેલની દમણથી ધરપકડ કરી છે અને આરોપીને શિનોર પોલીસને સોંપ્યો છે.

આરોપી ફરાર થઈ ગયો હતો.
વડોદરા જિલ્લાના શિનોરમાં ગત 13 ડિસેમ્બર-2022ના રોજ આઇશર ટેમ્પોમાંથી 4.36 લાખની કિંમતની 12 પેટી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે આઇશર ટેમ્પોઅને વિદેશી દારૂ મળીને કુલ 8.36 લાખનો દારૂ જપ્ત કર્યો હતો અને પોલીસ તપાસમાં ભગુ બાબુભાઇ પટેલ (રહે.કોળીવાડ, ભેંસરોલ, નાની દમણ)નું નામ ખુલ્યું હતું. જો કે, આરોપી ભગુ પટેલ નાસતો ફરતો હતો.

આરોપી દમણથી પકડાયો
આ દરમિયાન વડોદરા રૂરલ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડને આરોપી દમણ ખાતે હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવીને વડ ચોકડી, નાની દમણ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને શિનોર પોલીસને સોંપ્યો હતો અને શિનોર પોલીસે આરોપીનો કોવિડ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.