જૂનાગઢ સહિત અન્ય જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણાથી પોલીસે દબોચી લીધો | The accused, who has been absconding for the past 4 years in the crime of burglary in other districts including Junagadh, has been nabbed by the police from Mehsana. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Accused, Who Has Been Absconding For The Past 4 Years In The Crime Of Burglary In Other Districts Including Junagadh, Has Been Nabbed By The Police From Mehsana.

જુનાગઢ5 કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સજ્જ થઈ હતી.ત્યારે જૂનાગઢ, ભેસાણ, તેમજ આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં 16 જેટલા ઘરફોડ ચોરીના ગુના કરનાર આરોપી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં છુપાયા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચ આરોપીને પકડવા મહેસાણા દોડી ગઈ હતી.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી ખાનગીરાહે બાતમી મળતા છેલ્લા 4 વર્ષથી જૂનાગઢ તેમજ અલગ અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામનો આરોપીને ઉંઝા ખાતેથી દબોચી લીધો હતો. પોલીસે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم