અમરેલી8 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેર સુધી દીપડો આવી ચડતા વનવિભાગમાં દોડધામ મચી ગઇ છે. દીપડાને પડકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજુલા શહેરના ભેરાઇ રોડ ઉપર આવેલ રેસિડેન્ટ એરિયામાં આવેલ વાડીમાં કામ કરતાં મજૂર પરિવારના ઝૂંપડા સુધી દીપડો આવી ચડતા દોડધામ મચી છે. અહીં 12 વર્ષની કિરણ શિયાળ નામની બાળકી ઉપર મોડી રાતે હુમલો કરતા માથાના ભાગે અને શરીર ઉપર હુમલો કર્યો હતો.બાળકીને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને વનવિભાગની ટીમ દ્વારા મોડી રાતે પાંજરા ગોઠવ્યા અને રાતવાસો કર્યો તેમ છતાં દીપડો પાંજરે પુરાયો નથી જેના કારણે વનવિભાગની ચિંતા પણ વધી રહી છે.
બપોરના સમયે દીપડો ફરી ખેતર નજીક આવતા વનવિભાગ દોડયું
મોડી રાત બાદ આજે ફરી ખેતર વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ખબર મળતા રાજુલા વનવિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.અહીં વધુ 4 પાંજરા ગોઠવી દેવાયા છે જેના કારણે દીપડાને ચારે તરફથી ઘેરવા માટે કવાયત શરૂ કરી છે.