Tuesday, April 18, 2023

દહેજની એક કંપનીમાંથી કોલસો ભરી માટી મીક્ષ કરી બીજી કંપનીને ધાબડી દેવાતો, ટ્રાન્સપોર્ટર સહિત 4 સામે ફરિયાદ | Complaint against 4 including the transporter who used to mix soil filled with coal from one dowry company and beat another company. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Complaint Against 4 Including The Transporter Who Used To Mix Soil Filled With Coal From One Dowry Company And Beat Another Company.

ભરૂચ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેજની એક કંપનીમાંથી કોલસો ભરી માટી મીક્ષ કરી બીજી કંપનીને ધાબડી દેવામાં આવતો હતો. રસ્તામાં જ 10 ટન કોલસો કાઢી લઈ પથ્થર-માટી ભરીને ડમ્ફરોને બીજી કંપનીમાં મોકલામાં આવી રહ્યા હતા. ત્યારે કોલસામાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ થતા ટ્રાન્સપોર્ટર સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે. વાગરા તાલુકાના જોલવા ગામે રહેતા અજયસિંહ પરમાર હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેઓના બે હાઈવા ડમ્પર દહેજની અદાણી કંપનીમાં ચાલે છે. જ્યારે રાજકોટના શ્રીનાથજી ટ્રાન્સપોર્ટના માલિક રાહુલ વાંકના બે ડમ્પર તેમના ત્યાં ભાડેથી ચાલે છે.

અદાણી કંપનીમાંથી ડમ્પરમાં કોલસો ભરી જોલવાની ફિલાટેક્ષ કંપનીમાં ખાલી કરવામાં આવે છે. મંગળવારે ફિલાટેક્ષ કંપનીમાં અદાણીનો કોલસો ભરી શ્રીનાથજી ટ્રાન્સપોર્ટના બે ડમ્પર ખાલી કરવા ગયા હતા. ડમ્પર ખાલી કર્યા બાદ કોલસા અંગે અધિકારીને શંકા જતા લેબ ટેસ્ટિંગ કરવાયું હતું. બન્ને ડમ્પર ચાલકોને રોકી રાખી હરસિદ્ધિના માલિક અજયસિંહને કંપનીમાંથી કોલ કરાતા તેઓ દોડી ગયા હતા. જેમાં તેઓને કંપની દ્વારા ડમ્પરમાંથી કોલસામાં પથ્થર અને માટીની મિલાવટ નીકળી હોવાનું કેહતા તેઓ ચોકી ગયા હતા.

બીજી તરફ બન્ને ડમ્પર ચાલકોએ ફોડ પાડ્યો હતો કે, અમને અમારા શેઠ રાહુલભાઈએ કહ્યું હતું કે, અદાણીમાંથી કોલસો ભરીને નીકળો એટલે ડમ્પર લઈ કિમ ચોકડી આવી જવાનું. જ્યાં ડમ્પરો તેઓ 3 થી 4 કલાક માટે લઈ જ્તા હતા અને તેમાંથી 10 ટન કોલસો કાઢી લઈ પથ્થર-માટી ભરી આપતા. આ કામ માટે ડ્રાઈવરોને 1500 અપાતા હતા.

દહેજ પોલીસ મથકે હરસિદ્ધિના અજયસિંહેએ શ્રીનાથજીના રાહુલ વાંક, સુપરવાઇઝર આસિફ પઠાણ, બે ડમ્પર ચાલકો પ્રમોદ પાંડે અને રાહુલ ગોંડ સામે 40 ટન કિંમત રૂપિયા 3.60 લાખનો કોલસો કાઢી લઈ કરાયેલી ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: