હાઈકોર્ટે રખડતા ઢોરના ત્રાસના મુદ્દે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો, 4 મે સુધી તમામ વિગતો રજૂ કરવા સરકારને હુકમ | HC seeks explanation from state government on stray cattle torture issue, orders government to submit all details by May 4 | Times Of Ahmedabad

અમદાવાદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં રખડતા ઢોરની અડફેટે આવતા કેટલાક નાગરિકોના મોત થયા હતા. આ મુદ્દે અરજદાર અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. આજે તેની પર સુનવણી હાથ ધરવામાં આવી હતી.

હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો
અરજદારે રજુઆત કરી હતી કે રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે સરકારે નીતિ તો બનાવી પરંતુ, તેની અમલવારી થઈ રહી નથી. કોર્પોરેશને રાજ્ય સરકારની નીતિ પ્રમાણે પગલાં લેવાના હોય છે પરંતુ, જો કોઈ નીતિને આખરી ઓપ ન અપાય ત્યાં સુધી કઈ રીતે કાર્યવાહી શક્ય બનશે? આ મુદ્દે હાઇકોર્ટે રખડતા ઢોરના ત્રાસના મુદ્દે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો હતો.

નક્કર પગલા લેવાશે
રાજ્ય સરકારને રખડતા ઢોરના ત્રાસને ડામવા અંગેની નીતિ સ્પષ્ટ કરવા હુકમ કરાયો છે. આ ઉપરાંત ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે પણ રાજ્ય સરકાર અને કોર્પોરેશન ઠોસ કામગીરી કરે તેવી કોર્ટ દ્વારા ટકોર કરાઈ છે. જેના જવાબમાં પાર્કિંગ બાબતે ટ્રાફિક વિભાગ મોનિટરિંગ વધારશે અને જરૂરી નક્કર પગલા લેવાશે તેવી રાજ્ય સરકારે કોર્ટને ખાતરી આપી છે. આ મુદ્દે આગામી 04 મે સુધીમાં તમામ વિગતો રજૂ કરવા કોર્ટે સરકારને હુકમ કર્યો છે.

أحدث أقدم