ચોરીના ચાર બનાવથી ખળભળાટ; શખ્સોએ હાઈવાની લૂંટ કરી; નવજાત મૃત શિશુ મળ્યું; બાઈક સ્લીપ ખાઈ જતા પત્નીનું મોત | 4 incidents of theft; The men plundered the animals; Newborn baby found dead; Wife dies while eating bike sleep | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

પાર્ક કરેલી અલ્ટો કાર એક કલાકમાં ગાયબ…
અંગેની વિગત એવી છે કે, હિંમતનગર તાલુકાના ગઢોડા ગામના ગૌરાંગ બારોટની અલ્ટો કાર લઈને કામ અર્થે ન્યાયમંદિર વિસ્તારમાં 3 એપ્રિલના રોજ આવ્યા હતા. તેમને બપોરે 12:00 વાગેના સુમારે બહુમાળી ભવન બહાર રોડની સાઈડમાં અલ્ટો કાર પાર્ક કરી હતી. દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ અલ્ટો કારની ચોરી કરી લઈ ગયા હતા. કામ પૂર્ણ કરી જવાના સમયે અલ્ટો કાર લેવા જતા જગ્યા પર હતી નહીં. જેને લઈને તપાસ કરતા કોઈ પતો નહીં લાગતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગૌરાંગ એ ફરિયાદ નોંધાવી છે.

ઘર આગળ પાર્ક કરેલા બાઈકની ચોરી
ખેડબ્રહ્મા તાલુકાના દાણ મહુડીમાં રહેતા કિરણ પરમારે પોતાનું બાઈક બાર દિવસ પહેલા 23 માર્ચના રોજ રાત્રિના સમયે ઘર આગળ પાર્ક કર્યું હતું. સવારે ઊઠીને જોતા ઘર આગળ બાઇક હતું નહીં. જેને લઈને શોધખોળ કરી પરંતુ કોઈ પત્તોના લાગતા બાઈક ચોરી અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કુવા પર મુકેલા બાઈકની ચોરી…
ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ કંપામાં ખેતરમાં મજુરી કામ કરતા પોશીના તાલુકાના દોતડ ગામના નારણ તરાળનું ત્રણ મહિના પહેલા 24 જાન્યુઆરી 2023ના રોજ કુવા પર મુકેલ બાઈક રાત્રી દરમિયાન અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

25 હજારના મોબાઈલની ચોરી…
હિંમતનગરના ભોલેશ્વર ખાતે પ્રાથમિક શાળા પાછળ રહેતા ચિરાગના પિતા લખમાજી અને તેમના ભાઈ હેમંત બંને જણા 2 એપ્રિલે સવારે 9.30 વાગે ગાડી લઈને ઘરનો સામાન લેવા માટે જુના બજારમાં ગયા હતા. જ્યાં વલજીવાલા ફ્લોર ફેક્ટરીમાં જતા ભીડ હતી. તે સમયે અજાણ્યા ઇસમે લખમાજીના ખિસ્સામાંથી વન પ્લસ 10 મોબાઈલ રૂ. 25,000નો ચોરી થઈ ગયો હતો. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ચાર શખ્સોએ હાઈવાની લૂંટ કરી…
હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલા એક સિમેન્ટ બ્લોકની ફેક્ટરીમાં છેલ્લા 6 દિવસથી વર્ધી ના હોવાને કારણે પાર્ક કરેલી હતી. જે હાઈવા મંગળવારે મધરાત બાદ એક કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ચોકીદારને ધમકાવી હાઈવાની લૂંટ કરી લઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ખેડતસીયા રોડ ઉપર આવેલી રોટરી ભવનની પાછળ સન્માન પાર્ક સોસાયટીમાં રહેતા દીપક મોદી જેમની કાંકરોલ રોડ ઉપર સિમેન્ટ બ્લોકની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં તેમના દીકરા બિમલના હાઇવા હિંમતનગરથી લીધી હતી. આ હાઈવા રેતી કપચીમાં ફેરવતા હતા. છેલ્લા 6 દિવસથી કોઈ વર્ધી ના હોવાથી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી. દરમિયાન મંગળવારે મધરાત બાદ રાત્રીના 1.25 વાગે અને ચોકીદારને કહ્યું હતું કે, બોલતો નહીં નહિતર પતાવી દઈશું ચૂપચાપ સૂઈ જા જેથી ચોકીદાર ગભરાઈ ગયો હતો.

બીજી તરફ બે ઈસમોએ હાઈવા ગાડી ચાલુ કરી હતી. તેમાં ત્રણ ઈસમો બેસી ગયા હતા અને એક ઈસમ કારમાં બેસેલો અને બંને ગાડીઓ લઈને ગાંભોઈ તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ ચોકીદારે માલિક દિપક મોદીને જાણ કરી હતી. જેથી દીપક તાત્કાલિક ફેક્ટરી પર આવી ગયા હતા અને તેમના મિત્ર પ્રકાશ અને રવિન્દ્રસિંહને ફોન કરી બોલાવેલા અને ત્રણેય જણા કાર લઈને ગાંભોઈ તરફ તપાસ કરવા ગયા હતા, પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો. આ અંગે દિપક એ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 લાખની હાઇવા ગાડીની ચોકીદારને ધમકાવી લૂંટ કરી ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

નવજાત મૃત શિશુ મળી આવ્યું…
હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ સામેની ખુલ્લી જગ્યામાં એક નવજાત મૃત શિશુ મળી આવ્યું હતું. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ગઢડા જતા નવી સિવિલ હોસ્પિટલ સામેની ખુલ્લી જગ્યામાં અજાણી સ્ત્રીએ નવજાત શિશુ બાળકને જન્મ (ઓળખ) છુપાવવાના ઇરાદાથી મૃત હાલતમાં ત્યજી દીધેલું નવજાત મળી આવ્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલના ચોકીદાર કરણ વણઝારાએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે બાઈક સામસામે ટકરાતા ચાલકનું મોત…
ઈડરના લાલપુરથી મોહનપુરા ફાટક વચ્ચે સામસામે બાઈક ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચિત્રોડાના બાઈક ચાલકનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ઈડરના ભોઇ વાડામાં રહેતા અજીત ભોઈ મંગળવારે સાંજે 6:30 વાગ્યાના સુમારે ચિત્રોડાથી મજૂરી કામ પૂર્ણ કરી બાઈક લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે લાલપુરથી મોહનપુર ફાટક વચ્ચે સામ સામે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અજીત બાઈક ઉપથી રોડ પર પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તાત્કાલિક 108માં સારવાર માટે કે.એચ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સારવાર દરમિયાન તપાસ કરતા અજીતનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. અકસ્માત અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બાઈક સ્લીપ ખાઈ જતા પત્નીનું મોત…
પ્રાંતિજના અમીનપુર તરફ જતા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા રેલવે ફાટક નજીક છ દિવસ પહેલા બાઈક સ્લીપ ખાઈ જતા પતિ પત્નીને ઇજાઓ થઈ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજના રાવળ વાસમાં રહેતા બળદેવ રાવળ અને તેમની પત્ની કાંતાબેન બંને જણા બાઈક ઉપર શાકભાજીનું પોટલું મૂકી પ્રાંતિજથી અમીનપુર તરફ જતા હતા. દરમિયાન રસ્તામાં બાઈક ઉપરથી શાકભાજીનું પોટલું સરકી પડતા મોટરસાયકલ પરનો કાબુ શનાભાઈએ ગુમાવી દીધો હતો અને બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેમાં સનાભાઇ અને કાંતાબેનને ઇજાઓ થવા પામી હતી. તો વધુ ઇજાઓ કાંતાબેનને મોઢાના ભાગે અને કપાળના ભાગે તથા નાક ઉપર થઈ હતી. જેને લઈને કાંતાબેનને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કાંતાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શૈલેષ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم