ધમડાછાના 40 કરોડના બ્રિજથી 50 હજાર લોકોને ફાયદો | 50 thousand people will benefit from Dhamdachha's 40 crore bridge | Times Of Ahmedabad

નવસારી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચોમાસામાં ડુબાઉ પુલના કારણે ઊભી થતી સમસ્યા હલ કરવા અંબિકા નદી ઉપર નવો બ્રિજ બનાવાયો​​​​​​​​​​​​​​

ધમડાછા ખાતે અંબિકા નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ એટલો લો લેવલ છે કે ચોમાસામાં વધુ વરસાદની સ્થિતિમાં ત્રણથી ચાર વખત બંધ કરવો પડે છે. જેના કારણે અહીંથી પસાર થતા અંદાજે 50 હજાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિને ટાળવા કેટલાક વર્ષથી નદી ઉપર ઉચો બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી.

જે માંગ 5 વર્ષ અગાઉ સ્વીકારવામાં આવી હતી. 2018માં વહીવટી મંજરી મળી અને કામ આગળ ધપ્યું હતું. આખરે બ્રિજ હાલ તૈયાર થઈ ગયો છે અને 18મી એ ઉદ્ઘાટન પણ થઈ રહ્યું છે. અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ તૈયાર થતા હજારો લોકોને ફાયદો થશે. { સ્ટોરી : ભદ્રેશ નાયક }તસવીર સૌજન્ય : હરિદર્શન ફિલ્મ્સ, મહેશ પટેલ

જૂના ડુબાઉ પુલ ઉપર ચોમાસામાં સર્જાતી સ્થિતિનો બોલતો પુરાવો

નવો બ્રિજ આંકડામાં

બ્રિજની લંબાઇ 419 મીટર બ્રિજની પહોળાઇ 11 મીટર હયાત પૂલથી ઉંચાઇ 6.20 મીટર ગણદેવી તરફ એપ્રોચ 170 મીટર અમલસાડ તરફ એપ્રોચ 181 મીટર

થનાર ખર્ચ અંદાજે 40 કરોડ રૂપિયા વહિવટી મંજૂરી તા.27-12-2018 તાંત્રિક મંજૂરી તા.4-7-2019 કામગીરી પૂર્ણ સને 2023 અસરગ્રસ્ત લોકો 50 હજાર

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم