40 હજારના 56 હજાર ચુકવ્યા છતાં રૂપિયા 3.50 લાખ માંગ્યા | Despite paying 56 thousand of 40 thousand, asked for Rs 3.50 lakh | Times Of Ahmedabad

ભાવનગર42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બાઇક ખરીદ્યુ – પડાવી લીધુ

રાજ્ય સરકારે વ્યાજખોર સામે કડક માં કડક પગલા ભરી તેના વિરુદ્ધ કોઇ પણ જાતની લાગણી રાખવામાં ન આવે તેવી દરેક જિલ્લાની પોલીસને આદેશ કરાયો છે તેમજ જો કોઇ ભોગગ્રસ્ત સામેથી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ કરવા આવે ત્યારે તેને યોગ્ય ન્યાય આપી, તેની ફરિયાદ લઇ વ્યાજખોર સામે કડક પગલા લેવાના હુકમ રાજ્યસરકારે કરેલા છે.

ત્યારે જ ભાવનગરમાં પણ આવા વ્યાજખોર બેફામ બન્યા છે. શહેરના કુંભારવાડા નવી મીલની ચાલી પાસે રહેતા અને પ્લાસ્ટીકના કારખાનામાં મજુરી કરતા ઇમરાનભાઇ કરીમભાઇ કાઝીએ આઠેક માસ પહેલા પોતાના મકાનનું રીનોવેશન કામ કરાવવા માટે મીલની ચાલી પાસે રહેતો વ્યાજખોર ઇરફાન ઉર્ફે લક્કી હનિફભાઇ સમા પાસેથી 40 હજાર 20 ટકાના ઊંચા વ્યાજે લીધેલ હતા. જેનું ઇમરાનભાઇએ સમયસર વ્યાજ ચુકવી કુલ 56000 હજાર જેટલી રકમ આપેલ હતી પરંતુ છેલ્લા એકાદ માસનું વ્યાજ ભરી ન શકતા આ વ્યાજખોર ઇરફાને ઇમરાનભાઇના ઘરે વહેલી સવારે 3.50 વાગ્યના અરસામાં પહોંચી જઇ, તેના ઘરે ધમાલ કરી ઇરફાનભાઇ તથા તેની પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. અને એક દિવસ સુધીમાં વ્યાજ સાથે 3.50 લાખ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી.

જો કે, એક દિવસમાં ઇરફાન ભાઇ આપી ન શકતા ઇરફાનભાઇએ તેના ઘર પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા આ વિસ્તારમાં વ્યાજખોરથી ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, આ ઇરફાનભાઇ એ ચારેક મહિલાના પહેલા પૈસા ભેગા કરી એક બાઇક લીધું હતું તે પણ આ વ્યાજખોર ઇમરાને પડાવી લીધું હતું. બાદમાં ઇજાગ્રસ્ત યુવાનને સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જેની ઇમરાનભાઇએ વ્યાજખોર ઇરફાન ઉર્ફે લક્કી હનિફભાઇ સમા વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…