No results found

    આ ઉનાળામાં શહેરમાં પહેલી વખત ગરમી 40 ડિગ્રીને પાર | For the first time this summer, the temperature in the city crossed 40 degrees | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક
    • 12 શહેરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું

    ગરમ-સૂકા પવનોની અસરથી આ ઉનાળામાં પહેલીવાર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી છે. અમદાવાદ સહિત 12 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આગામી બે દિવસ ગરમીનું જોર રહેશે. એ પછી રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારમાં 11થી 13 એપ્રિલ વરસાદ પડી શકે છે.

    ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
    રવિવારે આ સિઝનમાં પહેલીવાર અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધીને 40.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.0 ડિગ્રીએ પહોંચ્યું હતું. બપોરના 1થી 4માં લોકોએ માથું ફાડી નાંખે તેવી ગરમીનો અહેસાસ કર્યો હતો. આગામી અઠવાડિયામાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

    ક્યાં કેટલી ગરમી

    અમદાવાદ 40.2 સુરેન્દ્રનગર 40.2 વડોદરા 40.0 ભુજ 39.4 ડીસા 39.1 વિદ્યાનગર 39.0 સુરત 38.8 કેશોદ 38.7 રાજકોટ 38.6 ભાવનગર 38.5 મહુવા 38.4 ગાંધીનગર 38.2

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال