Monday, April 10, 2023

વિદેશ લોન મેળવવા વાલીએ પણ એફિડેવીટ આપવું પડશે | Guardian also has to give an affidavit to get a foreign loan | Times Of Ahmedabad

ગાંધીનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં જતા વિદ્યાર્થીઓને રૂ. 15 લાખની લોન આપવામાં આવે છે. આ લોન ઓછા વ્યાજદરે અપાતી હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવે છે,પણ બીજી બાજુ એ‌વી પણ છે કે, કેટલાક વિદ્યાર્થીઓ લોન ભરપાઇ કરતા નથી. આથી લોન ભરપાઇ કરવાની જવાબદારી માત્ર વિદ્યાર્થીઓને બદલે વાલીઓ પર પણ આવે તેટલા માટે વાલીઓની જવાબદારી ફિક્સ કરવા માટે વાલીઓ પાસેથી બાંહેધરી આપતું એફિડેવિટ લાવવામાં આવશે.

હવે વાલીઓ પાસેથી કોઇ બાંહેધરીપત્રક લેવાશે ​​​​
રાજયના સમાજ કલ્યાણ વિભાગ હેઠળના નિગમ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસઅર્થેની લોન આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓ લોનનો દૂરુપયોગ પણ કરે છે. કેટલાક કિસ્સામાં લોનનની રકમ પરત પણ આવતી નથી. આથી સમાજ કલ્યાણ વિભાગ લોન પરત કરવાની ટકાવારી વધે તેટલા માટે લોન લેતી વખતે રજૂ કરવાના પ્રમાણપત્રોમાં કેટલોક સુધારો કરવા માગે છેે.અત્યાર સુધી વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી પત્ર લેવામાં આવતું હતુ,પણ હવે વાલીઓ પાસેથી કોઇ બાંહેધરીપત્રક લેવાશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.