બાઈકચાલકે હડફેટે લેતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત, 40 વર્ષીય પરણિતાએ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો | Laborer's gruesome death after being hit by a biker, 40-year-old Parneeta ends her life by swallowing poison | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ નજીક કોઠારીયા સોલ્વન્ટ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. કારખાનેથી મિત્ર સાથે પરત ફરતાં મૂળ યુપીના શિવદયાળ આલખરામ વર્મા (ઉ.વ.60) નામના શ્રમિક ગોંડલ રોડ ક્રોસ હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલ અજાણ્યાં બાઈકચાલકે હડફેટે લેતાં શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મિત્રની ફરિયાદ પરથી અજાણ્યાં બાઈકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકનો પરિવાર ઉત્તરપ્રદેશ રહે છે અને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે.

IPL સટ્ટાબાજની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન દૂધસાગર ડેરી પાસે હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ પાસે મહાદેવ ચોકમાં ઓટલા ઉપર બેસીને મોબાઈલ વડે શંકાસ્પદ હરકત કરી રહેલા અરવિંદ કેશુભાઈ દેવમોરારી (ઉ.વ.54) ના ફોનની તલાશી લેતા તે મોબાઈલ મારફતે લખનૌ સુપરજાયન્ટસ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં બુકીને ફોન કરીને રનફેર અને હારજીત ઉપર પૈસા લગાડી રહ્યો હોવાનું ખુલ્યું હતું. આ પછી પોલીસે તેની ધરપકડ કરી 10,000ની કિંમતનો મોબાઈલ કબજે કર્યો છે. અરવિંદના મોબાઈલમાં જે બુકી લાઈન મારફતે સટ્ટો રમાડી રહ્યો હતો તેના નંબર મળી આવ્યા હોય તેના આધારે બુકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બગીચામાં ફિનાઈલ પી આપઘાત કર્યો
રાજકોટ શહેરના આનંદનગરમાં રહેતા મિતેષ હર્ષદભાઇ મકવાણા(ઉ.વ.23) નામના યુવકે ગઇકાલે કોઠારીયા રોડ પરના બગીચામાં જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સિવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. યુવકના ત્રણ માસ પહેલા લગ્ન થયા હતા જે બાદ પત્ની માવતરે ગયા બાદ પરત ન ફરતા માઠું લાગી જતા પગલુ ભરી લીધુ હતું.

40 વર્ષની પરણિતાએ ઝેરી દવા ગટગટાવી
​​​​​​​
ગોંડલના ગોમટાના વતની અને હાલ રાજકોટના મોચીનગરમાં રહેતા રેખાબેન મહેશભાઈ બગડા નામના 40 વર્ષના પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી રેખાબેનને મૃત જાહેર કર્યા હતા. રેખાબેનના પતિ જીઇબીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં બે દીકરા એક દીકરી છે.

બીમારીથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો
​​​​​​​
રાજકોટના ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ ગીતાનગર-7 માં રહેતાં દિલીપકુમાર હઠીસિંગ રાઠોડ (ઉ.વ.63) ગઈ તા.15 ના જ્યૂબેલી ગાર્ડનની અંદર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જે બાદ વધું સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર દિલીપભાઈ આરએમસીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અને હાલ નિવૃત્ત જીવન ગાળતા હતાં. વધુમાં તેના સબંધીએ જણાવ્યા મુજબ તેમને ઘણાં સમયથી હદયની બીમારી હતી, જેનાથી કંટાળીને પગલું ભર્યું હતું. તેઓને સંતાનમાં બે પુત્રો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم