ટીવાય બીકોમનું પરિણામ જાહેર 40 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા | TY BCom result declared 40 percent students failed | Times Of Ahmedabad

વડોદરા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઇન્ટર્નલના માર્ક્સ નથી પહોંચાડ્યા

શુક્રવારે મોડી રાત્રે ટીવાય બીકોમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે તેમાં 40 ટકા વિદ્યાર્થીઓ નપાસ જાહેર થતાં ઇન્ટરનલ પરીક્ષાના માર્ક પરીક્ષા વિભાગને પહોંચાડવામાં આવ્યા ના હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપો કર્યા હતા. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતં કે, માત્ર 49 ટકા જ પરિણામ હતું અને તેમાં 11 ગ્રેસ આપીને રિઝલ્ટને 60 ટકા સુધી લઇ જવાયું છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો જ નથી લખ્યા.

ટીવાયની ઇન્ટરનલ માં સંખ્યાબંધ વિદ્યાર્થીઓના શૂન્ય કે 1 માર્ક આપવામાં આવ્યા હતા કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમના પાંચમા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે 7 હજાર વિદ્યાર્થીઓમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ નપાસ થયા હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલએ જણાવ્યું હતું કે ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક આપવામાં છબરડા થયા હતા જે અંગે ફરીયાદો કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ટરનલ ના માર્કમાં સુધારો કરાયો હતો. જોકે તે માર્ક પરીક્ષા વિભાગને મળ્યા ના હોવાથી ટીવાયની એન્ડ સેમેસ્ટરની પરીક્ષામાં 40 ટકા વિદ્યાર્થીઓ નપાસ થયા છે.

ઇન્ટર્નલ પરીક્ષામાં 25 માર્ક છતાં નાપાસ
એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને ઇન્ટરનલ પરીક્ષામાં 25 માર્ક આવ્યા હતા. પાસ થવાં માટે 40 માર્કની જરૂર હોય છે. તો મને એન્ડ સેમેસ્ટરમાં 15 માર્કનું પણ આવડતું નહિ હોય ? પરિણામમાં ચોકકસ ગરબડ થઇ છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post