No results found

    બ્યૂટિપાર્લર માટે વિધિ કરવા તાંત્રિકનું મહિલાને નગ્ન કરી ફોટા પાડી દુષ્કર્મ | Tantrik rapes a woman by taking a photo of her naked to perform rituals for a beauty parlour | Times Of Ahmedabad

    વડોદરા21 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    ફરિયાદી મહિલા - Divya Bhaskar

    ફરિયાદી મહિલા

    • 2 સંતાનની છુટાછેડા લીધેલી માતા ફરિયાદ માટે પોલીસમાં
    • મહિલાનો આરોપ : નોકરીની લાલચ આપી, દુષ્કર્મના પણ ફોટા પાડ્યા

    તાંત્રિકે મહિલા સાથે વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાના આરોપ સાથે મહિલા ગોત્રી પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ લગ્ન કરી ચૂકેલી અને બે બાળકો થયા બાદ છૂટાછેડા લીધેલી મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી હતી. તાંત્રિકે એને સારી નોકરી અપાવીશ અથવા બ્યુટી પાર્લર કરાવી આપીશ, તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, મને વિધિ માટે બંધ રૂમમાં નિર્વસ્ત્ર થઇને બેસાડી જાણ બહાર મોબાઈલમાં ફોટા પાડી લઇ બળજબરી દુષ્કર્મ કરી ફોટા પાડી લીધા હતા.

    ચાર વર્ષ અગાઉ બનેલી આ ઘટના બાદ તાંત્રિકે ફોટા વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તાંત્રિકે નિવારણના બહાને અન્ય મહિલાઓને પણ અડપલાં કર્યા હતા, એ મહિલાઓ ફરિયાદ માટે તૈયાર છે. પાણીગેટ પોલીસ મથકે પહોંચેલી મહિલા સાથે બનાવ ગોત્રી પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી પોલીસે શી ટીમની મદદ લઈ મહિલાને ગોત્રી મોકલતાં ફરિયાદની કાર્યવાહી થઇ હતી.

    તાંત્રિક દિવસે પેન્ટ શર્ટમાં, રાત્રે અઘોરી બનતો
    મહિલાએ આરોપ લગાવ્યો છે કે મેં છુટા છેડા લીધા છે, મને બે બાળકો છે, તાંત્રીક દિવસે પેન્ટ શર્ટ પહેરતો અને રાત્રે ઘરમાં જ તાંત્રિક વિધિના બહાને અલગ રૂમમાં લઈ જતો હતો. નિર્વસ્ત્ર થવાનું કહી છૂપી રીતે ફોટા-વીડિયો પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતો હતો.

    દુષ્કર્મના આરોપ સાથે મહિલા આવી છે ઃ PI
    ગોત્રીના પીઆઇ સુમિત ગૂર્જરે જણાવ્યું છે કે, 45 વર્ષીય મહિલા સાથે 25 વર્ષના યુવકે તાંત્રિક વિધિના નામે 4 વર્ષ અગાઉ દુષ્કર્મ ગુજાર્યું હોવાના આરોપ સાથે મહિલા પોલીસ મથકે આવી છે. પૂછપરછ અને તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال