ઓટોવાળાને 400 રૂપિયા આપી રોકડા 19.32 લાખનો ફેરો SOG એ ફોગટ કર્યો | 19.32 Lakhs in cash was confiscated by SOG after paying 400 rupees to the auto owner. | Times Of Ahmedabad

ભરૂચ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ ભૂતકાળ સાથે હાલ વર્તમાનમાં પણ હવાલાકાંડમાં સતત ધુણતું રહ્યું છે. પ્રવર્તમાન વર્ષમાં 54 દિવસમાં ત્રીજો હવાલો પડ્યો છે. જેને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નાકામ કર્યો છે. ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે 400 રૂપિયાની વર્ધિ લઈ રૂપિયા 19.32 લાખ હવાલાના ડિલિવર કરવા જતાં ટંકારીયાના રીક્ષા ચાલકને ડિટેઇન કરી લેવાયો છે.

એન્ટીસોશ્યલ એક્ટિવિટી અને આર્થિક આપરાધાની ગતિવિધિઓ ઉપર ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સતત વોચ રાખી રહ્યું છે. SOG પી.આઇ. આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એ.વી. શિયાળીયાની ટીમ વોચ રાખી રહી છે. દરમિયાન હે.કો. અનિરૂદ્ધસિંહ અને નરેશભાઈને બાતમી મળી હતી કે, ઓટો રીક્ષા મારફતે એક હવાલો પડવાનો છે. શહેરના પાંચબત્તી સર્કલ ઉપર એસ.ઓ.જી. એ વોચ ગોઠવતા બાતમીવાળી રીક્ષા GJ 16 AT 6015 આવતા તેને અટકાવવામાં આવી હતી. ઓટોમાં તપાસ કરતા અંદર રહેલી એક બેગમાંથી રોકડા 19.32 લાખ મળી આવ્યા હતા

જે અંગે ટંકારીયા નવી નગરી નાના પાદરમાં રહેતા રીક્ષા ચાલકને પૂછતાં તેણે એક વ્યક્તિએ હવાલાના આ રોકડા ભરેલી બેગ ડિલિવરી કરવા આપી હોવાનું કહ્યું હતું. એક મોબાઈલ નંબર આપી 400 રૂપિયામાં રીક્ષા ચાલક 19.32 લાખ રોકડા પોહચાડવા નીકળ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.

SOG એ હવાલાના રોકડા, એક મોબાઈલ અને રીક્ષા મળી કુલ રૂપિયા 20.97 લાખ સાથે રીક્ષા ચાલક રફીક અલ્લી ઈબ્રાહીમ કોઢિયાની 41 (1) ડી હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીક્ષા ચાલકને લાખોનો હવાલો આપનાર કોણ હતો. અને આ રોકડા કોણે આપવાના હતા સહિતની તપાસ હાથ ધરાઈ છે.

ગત ફેબ્રુઆરી મહિનામાં જ પાંચબત્તી ખાતેથી જ કારમાંથી હવાલાના 50.50 લાખ સાથે એકની ધરપકડ કરાઈ હતી. જ્યારે જાન્યુઆરી મહીનામાં પણ શક્તિનાથ સર્કલ ખાતેથી હવાલાના 35 લાખ લઈ જતા કાર ચાલકને ઝડપી પડાયો હતો. હવાલા અંગે ઇડી અને ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટને પણ માહિતગાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…