આણંદ શહેર પોલીસે એક ઈકો કારનું બોનેટ ખોલી તપાસ કરતા અંદરથી 400થી વધુ દારૂની બોટલ મળી આવી | Anand city police opened the bonnet of an eco car and found more than 400 liquor bottles inside. | Times Of Ahmedabad

આણંદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ શહેરના અમીન ઓટોની સામે છગનપુરા ટેકરા સામે સંજય વાઘજી ગોહેલના ઘર પાસે સફેદ કલરની ઇકો ગાડી પડી હતી. જેની તલાસી લેતા તેના બોનેટના અંદરના એન્જિનની ઉપરના ભાગમાંથી 418 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

આણંદ શહેર પોલીસની ટીમને અમીન ઓટો પાસે ઇકો ગાડી મળી આવી હતી. આ કારનું બોનેટ ખોલીને જોતા વિદેશી દારૂના ક્વાટરીયા મળી આવ્યાં હતાં. જેની ગણતરી કરતા વિદેશી દારૂના 418 ક્વાટરીયા મળ્યાં હતાં. જેની કિંમત રૂપિયા 41,800 થવા પામી છે. પોલીસે સ્થળ ઉપરથી સંજયભાઈ વાઘજીભાઈ ગોહેલ (રહે, આણંદ અમીન ઓટોની સામે છગનપુરા ટેકરા), મહેશભાઈ નંદીયાભાઈ દેહદા (રહે, દેવઘા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ) તથા અજયભાઈ મંગાભાઈ દેહદા (રહે. દેવઘા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ)ને ઝડપી પાડ્યા હતાં. પોલીસે વિદેશી દારૂના કોવટરીયા, મોબાઈલ ફોન 2 કિંમત રૂપિયા 10 હજાર તથા ઇકો ગાડી કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 3,51,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા ત્રણેય ઈસમો ની પુછપરછ કરતાં આ વિદેશી દારૂ કારના બોનેટમાં છુપાવીને ડિલિવરી આપવા જતાં હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતના આધારે પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશનની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post