અમદાવાદ4 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન કોડ બનાવી અને જાહેરમાં ગંદકી કરનારા દુકાનદારો અને એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસમાં જાહેરમાં ગંદકી કરવા બદલ 42 સીલ કરવામાં આવી છે. કુલ 80500 જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં અમરાઈવાડી, ઇન્દ્રપુરી, લાંભા, વટવા, મણીનગર, ઇસનપુર, નારોલ સહિતના છેલ્લા બે દિવસમાં રાત્રી દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકો અને દુકાનદારો સામે છેલ્લા બે દિવસમાં દિવસ અને રાત્રી દરમ્યાન કાર્યવાહી કરવામાં આવી હતી. ગુરુવારે રાતે 32 અને આજે શુક્રવારે સવારે 10 એમ કુલ 42 દુકાનદારો અને એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પૂર્વઝોનના સ્ટાફ દ્વારા ઘરનો કચરો ડોર ટુ ડોર ગાડીમાં આપવા સમજણ આપવામાં આવી છે. આવનાર દિવસોમાં જો આવી ચાલીઓ/સ્લમ વિસતાર/ઇ.ડબ્લયુ.એસ.આવાસનો કાર્યવાહી કરવામાં આવશે. કચરો જાહેર રોડ પર નાંખવામાં આવશે તો તેની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. વધુમાં રાત્રિ ફલાઈગ સ્કવોડ દ્વારા પણ ગંદકી કરતા એકમને નોટિસ તથા સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ગંદકી કરતા એકમો સામે કડક વલણ દાખવી સ્વચ્છતાનું ઉચ્ચ ધોરણ જાળવવા કટિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન/આઈ. ઈ.સી. એક્ટિવિટી કરી જન જાગૃતિ લાવી સ્વચ્છતા જાળવવા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવે છે.