الاثنين، 3 أبريل 2023

4:28એ તસ્કરો બાઈક લઈ પહોંચ્યા; 4:31એ દુકાનનું શટર તોડ્યું; ને 4:34એ ચોરીને અંજામ આપી અંધારામાં છુમંતર | At 4:28 traffickers arrive with bikes; 4:31 broke shop shutters; At 4:34 a.m. he committed the theft and fled in the dark | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

હાલમાં તસ્કરો જાણે વધુ સક્રિય બન્યા હોય તેમ ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોરીની વારદાતો વધવાથી લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે ચોરોએ ઘર અને દુકાનો બંનેને નિશાન બનાવ્યા હોય તેમ આજે એક ચોરીની ઘટના સામે આવી હતી. હિંમતનગરના પ્રાંતિજ તાલુકાના સલાલમાં આવેલી વિનાયક સુપર માર્કેટમાં તસ્કરોએ પરોઢિયે દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને માત્ર 6 જ મિનિટમાં દુકાનમાં રહેલા માલ સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી.

લોખંડના પાટા જેવા હથિયારથી તાળું તોડ્યું

લોખંડના પાટા જેવા હથિયારથી તાળું તોડ્યું

સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થઇ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલમાં આવેલા એક મોલમાં સોમવારે વહેલી પરોઢે બે તસ્કરો નંબર વગરની બાઈક લઈને આવ્યા અને પહેલાં આજૂબાજૂ નજર ફેરવી કોઈ છે નહીં તેની ખાત્રી કરી દુકાનના શટરને લોખંડના પાટા જેવા હથિયાર વડે શાંતિથી તોડ્યુ અને ચૂપચાપ અંદર ધૂસી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થઇ હતી. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી કબજે લઈને ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દુકાનમાં રોકડ ના મળતાં માલસામાનની ચોરી કરી

દુકાનમાં રોકડ ના મળતાં માલસામાનની ચોરી કરી

લોખંડના સળિયા વડે શટર તોડ્યું
આ અંગેની વિગત એવી છે કે, સલાલથી સોનાસણ રોડ પર આવેલા શિવાંશ કોમ્પ્લેક્ષમાં વિનાયક સુપર માર્કેટ નામની એક દુકાન આવેલી છે. જ્યાં સોમવારે વહેલી સવારે 4.28 વાગ્યાના અરસામાં બે તસ્કરો મોઢે રૂમાલ બાંધીને અને નંબરપ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા. એકના હાથમાં લોખંડના પાટા જેવું હથિયાર હતું જ્યારે અન્ય એક બાઈક ચલાવીને તેની સાથે આવ્યો હતો. બંને ચોરોએ બાઈક સાઈડમાં મુકી પહેલાં આજૂબાજૂ નજર કરી કોઈ છે નહીં તેની ખાતરી કરી અને લોખંડના પાટા જેવા હથિયાર વડે શટર તોડ્યા બાદ બંને તસ્કરોએ અંદર પ્રવેશ કરી સરસામાન વેર વિખેર કરી દીધો હતો.

બંને તસ્કરો ચોરી કરી અંધારામાં પલાયન

બંને તસ્કરો ચોરી કરી અંધારામાં પલાયન

બંને તસ્કરો માલસામાન ભરેલો કોથળો લઈ ફરાર
રોકડ હાથમાં નહીં લાગતા પ્લાસ્ટિકના કોથળામાં કાજુ, બદામ સહિતની વિવિધ ચીજ વસ્તુઓ અને તેલનો ડબ્બો મળી રૂ. 28 હજારનો મુદ્દામાલ એકઠો કર્યો હતો. ત્યારબાદ બંને તસ્કરો માર્કેટ બહાર નીકળીને સાથે માલસામન ભરેલો થેલો લઈને નંબર વગરની બાઈક જે દુર મૂકી હતી તે માર્કેટ આગળ દોરીને લઇ આવ્યા હતા. ત્યારબાદ સરસામાનનો ભરેલો પ્લાસ્ટીકનો કોથળો બહાર કાઢી શટર આડું કરીને બાઈક પર કોથળો મુકીને બંને તસ્કરો સોનાસણ રોડ તરફ જતા રહ્યા હતા. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જ્યાં બંને તસ્કરોએ માત્ર 6 મિનિટમાં જ ચોરીની ઘટના બની હતી. આ ચોરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં વિનાયક સુપર માર્કેટના માલિક ધવલસિંહે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી કબજે લઈને ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તસ્કરો ચોરી કરતાં CCTVમાં કેદ

તસ્કરો ચોરી કરતાં CCTVમાં કેદ

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.