નર્મદા (રાજપીપળા)44 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ઇનચાર્જ પોલીસ અધિક્ષક નર્મદા વિજય સિંહ ગુર્જરે જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જિલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં આપી હતી. જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાની સુચના આપી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. જે.બી. ખાંભલાને સાગબારા તરફથી ઇંગ્લીશ દારૂ ભરેલી એક આઇસર કન્ટેનર આવતુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

પો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ પો.સ.ઇ. એલ.સી.બી. બી.જી.વસાવા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમીથી વાકેફ કરી ડેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઇવે ઉપર બાતમીવાળા આઇસર કન્ટેનર ગંગાપુર ગામ પાસે આવતા તેને રોકી આઇસર કન્ટેનરની ઝડતી તપાસ કરી હતી. ઇંગ્લીશ દારૂની બોટલો 6706 નંગ મળી આવી જેની કિમંત રૂ. 33,43,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

સદર આઇસર કન્ટેનર ચાલક બલવંતરામ અદુરામ ડારા બિશ્નોઇને પ્રોહીબીશનના કામે હસ્તગત કરી ગુનાના કામે આઇસર કન્ટેનર તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂ. 43,59,800ના મુદ્દામાલ સાથે આઇસર કન્ટેનરના ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. તેમજ પ્રોહીબીશનનો મોટા જથ્થાને ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

નર્મદા પી.આઈ. જે.બી. ખાંભલાએ જણાવ્યું હતું કે, ભારતીય બનાવટ વિદેશી દારૂનો મોટો જથ્થો ટ્રક ચાલક ભરીને મહારાષ્ટ્ર તરફથી આવતો હતો. અમે ગંગાપુર પાસે ઝડપી તપાસ કરતા મોટો જથ્થો વિદેશી દારૂનો મળી આવ્યો હતો. ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે હરિયાણાથી ગુજરાતમાં બરોડા સીટીમાં પહોંચાડવાનો હતો. પરંતુ અંકલેશ્વર થઈને હાઇવે પરથી જવાનું હતું. અંકલેશ્વરથી બીજો ડ્રાઇવર આવવાનો હતો. જેને ક્યાં પહોંચાડવાનો જે ખબર હતી. જોકે આ તમામ બાબતની તાપસ ચાલુ છે.



