સુરતમાં નકલી રેડ કરી વેપારીને ‘ઓછો જીએસટી ભરો છો’ કહી સેટલમેન્ટના 45 લાખ માગ્યા, અંતે 12 લાખ પડાવ્યા | Fake red curry dealer in Surat asked for settlement of 45 lakhs by saying 'you pay less GST', finally got 12 lakhs | Times Of Ahmedabad

સુરત30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સેન્ટ્રલ GST અધિકારીએ કાપડ વેપારીને ત્યાં નકલી રેડ કરી 12 લાખ પડાવતા વરાછા પોલીસે ત્રણ ની ધરપકડ કરી. - Divya Bhaskar

સેન્ટ્રલ GST અધિકારીએ કાપડ વેપારીને ત્યાં નકલી રેડ કરી 12 લાખ પડાવતા વરાછા પોલીસે ત્રણ ની ધરપકડ કરી.

સુરતની જૂની બોમ્બે માર્કેટમાં સાડી અને ચણીયા ચોળીનો વેપાર કરતા રાજસ્થાની યુવાનને ત્યાં સેન્ટર GST અધિકારી દ્વારા નકલી રેડ કરીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. અધિકારીએ વેપારીને કહ્યું તમે ચણીયા ચોળી ઉપર ઓછો જીએસટી ભરો છો કહી ડિફરન્સના રૂ.80 લાખ નહીં ભરે તો કાર્યવાહીની ચીમકી આપી હતી. જેમાં સેટલમેન્ટ કરવા 45 લાખ. રૂપીનાની માંગ કરી જીએસટી ના અધિકારી સાથે તેના ડ્રાઇવર અને મળતીયા દ્વારા 12 લાખ રૂપિયા પડાવી લીધા હતા. અધિકારીની નકલી રેડ દુકાનના સીસીટીવી કે પણ કેદ થઈ હતી. અધિકારી દ્વારા ખોટી રીતે રીડ કરી રૂપિયા પડાવ્યા હોવાનું વેપારીને જણાતા વેપારીએ ઘટના અંગે વરાછા પોલીસને જાણ કરી ફરિયાદ કરી હતી પોલીસે ફરિયાદના આધારે એક અધિકારી સહિત તેના બે મળતીયા મળી ત્રણ ની ધરપકડ કરી છે.

GST અધિકારીની નકલી રેડ

સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ધીરેન્દ્રસિહ ઉર્ફે ધીરજભાઈ મંગલસિહ રાજપુરોહિત વરાછા બોમ્બે માર્કેટ ખાતે ધીરજ ફેશન નામથી સાડી તથા ચોલીનો વેપાર કરે છે. ગત 30-3-2023 ના રોજ તેઓ દુકાને હાજર હતા અને તેઓનો સ્ટાફ કામ કરી રહ્યો હતો તે દરમ્યાન આશરે સવા પાંચેક વાગ્યે ત્રણ અજાણ્યા ઈસમો તેઓની દુકાનમાં આવ્યા હતા. અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓને જણાવ્યું હતું કે અમે જીએસટી ડીપાર્ટમેન્ટમાંથી આવીએ છીએ.એમ કહી GST અધિકારી દ્વારા નકલી રેડ કરવામાં આવી હતી.

GST અધિકારીએ કહ્યું આ દુકાનના ઓનર ધીરજભાઈ અને મનોહરભાઈ ક્યાં છે.તેમ કહેતા કર્મચારી તેઓને ઉપર વેપારી પાસે લઇ ગયો હતો.જેમાં બે વ્યક્તિ ઉપર આવ્યા હતા અને તેમાંથી એક વ્યક્તિના હાથમાં ભારત સરકારના સિમ્બોલ વાળી ફાઈલો હતો. અને તેઓએ વેપારીને કહ્યું અમે જીએસટી ડીપાર્ટમેન્ટમાંથી આવીએ છીએ તેમ કહી તમામના મોબાઈલ ફોન ટેબલ પર મુકાવી દીધા હતા અને હાથમાં રહેલી ફાઈલમાં કાગળો આમતેમ ફેરવવા લાગ્યો હતો અને વેપારીને કહ્યું હતું કે મારી પાસે જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટનું તારા નામનું વોરંટ છે, તારે આમાં બે વર્ષમાં મોટું ટન ઓવર થાય છે તારું કુલ ૫ કરોડનું ટન ઓવર થયું છે અને તું સાડી ઓછી વેચાણ કરે છે અને ચણીયા ચોળી વધારે વહેચે છે અને તું ચણીયા ચોળી વેચે છે તેમાં 12 ટકા જીએસટી ભરવાનું આવે છે અને તું 5 ટકા જ જીએસટી ભારે છે.જેથી તારે 7 ટકા ડીફરન્સની જીએસટી ભરવું પડશે તેમ કહી તારે 80 લાખ જીએસટીના ભરવાના થાય છે.ત્યારે વેપારીએ કહ્યું કે અમે સમયસર જીએસટી ભરીએ છીએ,અમારો જીએસટી બાકી નથી.

અધિકારીએ વેપારીને ડરાવ્યો

અધિકારીએ વેપારીને કહ્યું હતું કે અત્યારે તમારી આ દુકાન સીલ કરવી પડશે ત્યારે વેપારીએ દુકાન સીલ નહી કરવા આજીજી કરતા વેપારીને કહ્યું હતું કે પૈસાતો ભરવા જ પડશે નહી તો તારું નામ પેપરમાં આવશે અને તારું નામ ખરાબ થશે અને લોકો અહિયાં ભેગા થશે તેમ કહીને વેપારીને ડરાવ્યો હતો.

અધિકારીએ વેપારીને 45 લાખના સેટલમેન્ટ કરવા ખેલ કર્યો

તેમજ તારે દંડ પણ ના ભરવો પડે અને સેટલમેન્ટ કરીએ તો તારે છેલ્લે ૪૫ લાખ રૂપિયા ભરવા પડશે નહી તો દુકાન સીલ કરવામાં આવશે અને તારા ઘરે પણ અમારા જીએસટી વિભાગના માણસો તથા પોલીસ વાળા સાથે બેઠા છે તારો બધો ડેટા અમારી મારી પાસે છે જ તમારા ગ્રુપમાંથી જ અમને બધી જાણકારી મળે છે અને તું ઘર ભેગો થઇ જશે અને તારી પાસે કઈ વધશે નહી તેમ કહી વેપારીને બરોબરનો ધમકાવ્યો હતો.

GST ના નામે 12 લાખનો કર્યો તોડ

બીજી તરફ ડરી ગયેલા વેપારીએ પોતાના ભાઈ મનોહરસિહ ને ફોન કરીને દુકાને બોલાવ્યો હતો જ્યાં તેના ભાઈને પણ 80 લાખ જીએસટી ભરવાના થાય છે અને છેલ્લા 45 લાખ ભરવા પડશે નહી તો દુકાન સીલ થશે અને જીએસટીનો ગુનો દાખલ કરી કેસ કરવામાં આવશે, 10 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તેમ કહી પંચનામું કરવાનું ચાલુ કરતા બંને ભાઈઓ ગભરાઈ ગયા હતા અને જીએસટી અધિકારીને જણાવ્યું હતું કી હાલમાં અમારી પાસે 45 લાખ નથી હાલમાં દુકાનમાં 7 લાખ પડ્યા છે તેમ કહેતા 7 લાખમાં નહિ પતે ઓછામાં ઓછા 15 લાખ તો ભરવા જ પડશે તેમ કહેતા વેપારીએ 7લાખ દુકાનમાં અને 5 લાખ ઘરે પડ્યા છે તેમ કહેતા જ જીએસટી અધિકારીઓએ નકલી રેડમાં સાત લાખ દુકાનમાંથી અને પાંચ લાખ ઘરે જઈ કુલ 12,00,000 તોડ કરી ફરાર થઈ ગયા હતા.

GST અધિકારીઓએ સીસીટીવી કેમેરામાં બંધ કરાવ્યા હતા

નકલી રેડ દરમ્યાન વેપારીના કર્મચારીઓએ વેપારીને જણાવ્યું હતું કે જીએસટી વાળા સાહેબે આપણી દુકાનના કેમેરા બંધ કરાવી દીધા છે.તથા દુકાનનો દરવાજો પણ બંધ કરાવી દીધો છે. જોકે રેડ દરમિયાન આવું થતું હશે તેમ સમજીને વેપારી કઈ બોલ્યા ન હતા પરંતુ ઘટનાના બે દિવસ બાદ વેપારીએ પોતાના સીએને સમગ્ર વાત કરી હતી. જેમાં જીએસટી અધિકારીઓના નામે ઠગબાજોએ તોડ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સમગ્ર મામલે વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વરાછા પોલીસે GST અધિકારી સહિત ત્રણ ની ધરપકડ કરી

બના અંગેની જાણ વેપારી દ્વારા વરાછા પોલીસને કરાતા વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન દુકાનના એક સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા. જેને આધારે પોલીસે તપાસ કરતા વેપારીને ત્યાં જીએસટી અધિકારીએ જ નકલી રેડ કરીને મસ્ત મોટો તોડ કર્યો હોવાનું અને બળજબરીપૂર્વક રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે આ બનાવ અંગે વરાછા પીઆઈએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન હકીકત એવી જાણવા મળી હતી કે જે ત્રણ અધિકારીઓ વેપારીની દુકાનમાં ગયા હતા તેમાંથી એક રાકેશ કુમાર શર્મા કે જેઓ જીએસટીના સુપ્રરીડેન્ટ તરીકે સેન્ટ્રલ જીએસટીમાં ફરજ બજાવે છે. તેઓએ આ સમગ્ર બનાવને અંજામ આપેલો છે.તેમને તેનો ડ્રાઇવર અને એક મળતિયાઓને સાથે રાખી આ ખેલ કર્યો હતો.પોલીસે ત્રણેવ સામે બળજબરી પૂર્વક રૂપિયા પડાવવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.આ ઉપરાંત આ સરકારી અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી નકલી રેડ કરી હોવાથી તેમના વિરુદ્ધ એન્ટીકરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. લાંચ રિશ્વત અધિનિયમ મુજબ તેની તપાસ એસીપી આરઆર આહીર ને સોંપવામાં આવી છે.

અધિકારીનો ખેલ સીસીટીવી માં કેદ

અધિકારી જીએસટીની રેડ કરી હોવાનું કહી દુકાનમાં પ્રવેશ કર્યો હતો તે નકલી રેડ સીસીટીવી માં પણ થઈ હતી. અધિકારી તેની મળતીયા સાથે દુકાનમાં પ્રવેશ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.ત્યારે બીજી તરફ વરાછા પોલીસે આ ઘટનામાં જીએટી અધિકારી રાકેશ શર્મા અને તેના ડ્રાઈવર અને તેના મળતિયાની ધરપકડ કરી છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post