47 વર્ષના આધેડે 59 વર્ષની NRI વૃદ્ધાને વાતોમાં ફસાવી લાખો રુપિયા પડાવ્યા, પોલીસે આરોપીની શોધખોળ આદરી | 47-year-old man blackmails 59-year-old NRI woman and extorts lakhs of rupees, police start manhunt for accused | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં અમેરિકાથી આવેલી 59 વર્ષની વૃદ્ધાને એક આધેડે બિઝનેસમાં રોકાણ કરવાની લાલચ આપીને સતત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર મામલે NRI મહિલાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી છે જ્યારે આરોપીને પકડવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

એક વર્ષ પહેલા મુલાકાત થઈ
અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તારમાં રહેતા નેહા( નામ બદલ્યું છે ) 1987થી અમેરિકા રહેતા હતા. પતિ સાથે અણબનાવ બાદ તેઓ ભારત આવી ગયા હતા. 59 વર્ષના વૃદ્ધાની એક વર્ષ પહેલા અમદાવાદની એક જાણીતી જગ્યાએ રાજીવ નામ બદલ્યું છે તેની સાથે મુલાકાત થઈ હતી. બંનેની મુલાકાત પહેલા અજાણ્યા વ્યક્તિથી મિત્રતામાં બદલાઈ અને પછી બંને વચ્ચે બિઝનેસ ડીલ કરવાનું નક્કી કર્યું હતું.

વાતોમાં ફસાવી શારીરિક સંબંધ બાંધતો હતો
રાજીવે નેહા બહેનને પોતાના બિઝનેસમાં રોકાણ કરવાથી લાખોનો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. નેહાબેન પણ ભારતમાં એકલા હતા તેમની આવકનો કોઈ સ્ત્રોત નહોતો. થોડી ઘણી રકમ તેમની પાસે હતી અને રાજીવ સાથે તેમને લાગણીના સંબંધો વધતા ગયા હતા. રાજીવ રોજ નવો આઈડિયા લઈને આવતો અને નેહા બહેનને ફસાવીને તેમની સાથે શારીરિક સબંધ બાંધતો હતો.

લાખો રુપિયાની છેતરપિંડી કરી
નેહા બહેનને પણ પોતાના પતિથી અણબનાવ હતો અને રાજીવ સાથે મિત્રતા હોવાથી તે રાજીવની વાતોમાં આવતા ગયા તેમણે લાખો રૂપિયા રાજીવને આપ્યા પણ રાજીવ તેમના રૂપિયા અને તેમની સાથે રમત રમતો ગયો ઘણા સમય પછી રાજીવ તેમની સાથે છેતરપિંડી હોવાનું જાણ થતાં નેહા બહેને આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

આરોપીને પકડવાના પ્રયાસ શરુ
બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવને જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં NRI મહિલાની ફરિયાદના આધારે અમે ગુનો દાખલ કર્યા છે અને આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم