- Gujarati News
- Local
- Gujarat
- Anand
- A Bag Full Of 4.72 Lakh Cash Was Stolen From Anand’s Bank, The Owner Of The Petrol Pump Came To PNB To Deposit The Money In The Account.
આણંદએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
આણંદની પંજાબ નેશનલ બેંકમાં રૂ.4.72 લાખ રોકડા ભરવા આવેલા પેટ્રોલ પંપના માલિકની નજર ચુકવી ગઠિયો તેમનો થેલો ચોરી ગયો હતો. બેન્કની અંદર જ બનેલા બનાવથી ચકચાર મચી ગઈ હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આણંદ શહેરની બંસી પાર્ક સોસાયટીમાં રહેતા હિરેન જયંતિભાઈ પટેલનો ખાનકુવાથી કણભઇપુરા તરફ જતા રસ્તા પર હરિઓમ પેટ્રોલ પંપ આવેલો છે. તેઓ 10મી એપ્રિલના રોજ પેટ્રોલ પંપના હિસાબના રૂ.4.72 લાખ થેલામાં મુકી પંજાબ નેશનલ બેન્કમાં જમા કરવા માટે ગયાં હતાં. તેઓ બેન્કમાં પહોંચી કાઉન્ટર આવીને કેશ જમા કરવાની સ્લીપ ભરી રહ્યાં હતાં. આ સમયે તેઓએ રોકડ ભરેલું પર્સ બાજુ પર મુક્યું હતું. આ સમયે એક શખસે નીચે દસની નોટો તમારી પડી ગઇ છે ? તેમ કહેતાં હિરેન પટેલ નીચે જોયું તો પંદર જેટલી નોટ છુટક છુટક પડી હતી. જેથી તેઓ દસ દસની નોટો લેવા માટે નીચે નમી ભેગી કરવા ગયા તે તકનો લાભ લઇ ગઠિયો રોકડ રૂ.4.72 લાખ ભરેલું પર્સ લઇ ભાગી ગયો હતો. આ પર્સમાં રોકડ ઉપરાંત હિરેનભાઈના પિતાજી, પત્નીના ડેબીટ કાર્ડ, ચેક બુક, આધારકાર્ડ સહિતના અગત્યના દસ્તાવેજો પણ હતાં. આ અંગે તેઓએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.