- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- A Team Of Doctors At Apollo Hospitals Ahmedabad Performed A Life threatening Triple Valve Replacement On A 48 year old Woman, A Surgery Performed 21 Years Ago.
અમદાવાદ32 મિનિટ પહેલા
- કૉપી લિંક

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે કાર્ડિયોથોરેસિક સર્જન અને સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. ઉત્પલ શાહના નેતૃત્વ હેઠળ ડૉક્ટર્સની એક ટીમે 48 વર્ષીય મહિલા ઉપર જીવલેણ ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ કર્યું હતું. આ જોખમી સર્જરીમાં રિડો મિટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ, રિડો ટ્રિકસ્પીડ વાલ્વ રિપ્લેસમેન્ટ અને એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ સામેલ હતું. રિડો વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી ઘણી પડકારજનક હોય છે કારણકે, તે સર્જરી વખતે અને પછી પણ દર્દીના જીવન માટે જોખમ ઊભું કરે છે.
21 વર્ષ પહેલા સર્જરી કરાઈ હતી
આ 48 વર્ષીય દર્દીની પહેલી મિટ્રલ વાલ્વ રિપ્લેસમેન્ટ અને ટ્રિકસ્પીડ વાલ્વ રિપેર સર્જરી 21 વર્ષ પહેલાં કરાઇ હતી. તેમણે અતિશય થાક, પગ અને ચહેરા ઉપર સોજો તથા એસાઇટ્સની ફરિયાદ સાથે વર્ષ 2021માં પ્રથમવાર અપોલો હોસ્પિટલ્સ ખાતે ડૉક્ટર્સની સલાહ લીધી હતી. નિષ્ણાંતોએ કેટલાંક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કર્યાં હતાં, જેમાં તમામે ટ્રિકસ્પીડ વાલ્વ અને ગંભીર રીતે નિષ્ક્રિય પ્રોસ્થેટિક મિટ્રલ વાલ્વ ફંક્શન તેમજ મધ્યમ એઓર્ટિક વાલ્વ બીમારીનો સંકેત આપ્યો હતો. દર્દીના આરોગ્યની સ્થિતિને આધારે ડૉ. શાહે રિડો ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટની સલાહ આપી હતી.
8 કલાક લાંબી ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી
શરૂઆતમાં તે મહિલા સર્જરીમાં વધુ પડતા જોખમને કારણે અચકાતા હતાં પરંતુ, બે વર્ષ બાદ તેમની સ્થિતિ બગડવા લાગી હતી અને તેઓ આશ્વસ્ત થયાં બાદ સર્જરી કરાવવા માટે સંમત થયાં હતાં. સર્જરી માટે દર્દી સહમત થયા. ત્યારબાદ ડૉક્ટર્સે તેમની સ્થિતિની ખાતરી કરવા ફરી થોડાં ટેસ્ટ કરાવ્યાં અને દર્દીના એઓર્ટિક વાલ્વમાં પણ બ્લોકેજ હોવાનું જણાયું. અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે સિનિયર કન્સલ્ટન્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન ડૉ. ઉત્પલ શાહે 8 કલાક લાંબી ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરી હતી.
સર્જરી બાદ દર્દી એકદમ સ્વસ્થ
ડૉ. શાહે કહ્યું હતું કે, ‘દર્દીના જીવન ઉપર 25-35 ટકા જેટલું જોખમ હતું. ટ્રિપલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી ખૂબજ દુર્લભ અને જટિલ તબીબી પ્રક્રિયા છે. જ્યારે મેટલ વાલ્વને ફરીથી બદલવાની જરૂર સર્જાય ત્યારે તે વધુ પડકારજનક બની જાય છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મેડિકલ સાહિત્ય મૂજબ આ પ્રકારની ઘણી ઓછી સર્જરી કરાય છે.’ સર્જરી બાદ હાલમાં દર્દી સ્વસ્થતા હાંસલ કરી રહ્યાં છે અને હોસ્પિટલની તમામ પોસ્ટ-ઓપરેટિવ સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યાં છે.