વઘઇ વન વિભાગની ટીમે કિલાદ નજીક‌થી ગેરકાયદેસર ટેમ્પો ઝડપ્યો; કુલ 4.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો | Waghai forest department team caught illegal tempo near Kilad; A total of 4.85 lakh worth of goods seized | Times Of Ahmedabad

ડાંગ (આહવા)16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વઘઇથી વાંસદા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ રવીપ્રસાદને મળી હતી. જે બાતમીના આધારે વઘઇ રેન્જના આરએફઓ દિલીપ રબારી, ‌ફોરેસ્ટર કિરણ પટેલ, ભરત ચૌધરી, બિટગાર્ડ અજય ધુમ સહિત વનકર્મીઓની ટીમે વઘઇ વન વિભાગના‌ લોવર નાકા પર રાત્રી દરમિયાન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે 5 વાગ્યે ના સુમારે વઘઇ મુખ્ય માર્ગ ‌તરફથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનો‌ આઇશર ટેમ્પો પસાર થતા તેને વન કર્મીઓએ રોકવાની કોશિશ કરી હતી.

અંધારાનો લાભ લઈ ટેમ્પો ચાલક નાસી છૂટ્યો
જોકે રોકવાની કોશિશ કરતા ટેમ્પા ચાલકે પૂર‌પાટ ઝડપે હંકારી દેતા વનકર્મીઓએ આઇશર‌‌ ટેમ્પાનો ફિલ્મી ઢબે પીછો કરી નાની વઘઇ કિલાદ ગામ નજીક મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી‌ લાકડા ભરેલા‌ આઇશર ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. પરંતુ લાકડા ચોરીને અંજામ આપનાર ટેમ્પો ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

જ્યારે વનકર્મીઓએ ટેમ્પાની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદે નંગ 10 ઘન મીટર 3064ના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિંમત રૂ. 1,35,000 જ્યારે આઇશર ટેમ્પોની‌ કિંમત રૂ. 3,50,000 મળી કુલ 4,45,000નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા ટેમ્પો ચાલકને વહેલી તકે ઝડપી લેવા વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…