Tuesday, April 18, 2023

ડુપ્લીકેટ ચલણી નોટનું કનેક્શન બેંગ્લોર સુધી પહોચ્યું, પોલીસે 4.89 લાખની નકલી ચલણી નોટ સાથે વધુ એકની ધરપકડ કરી | Duplicate currency notes connection reaches Bangalore, police arrest one more with fake currency notes worth Rs 4.89 lakh | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Duplicate Currency Notes Connection Reaches Bangalore, Police Arrest One More With Fake Currency Notes Worth Rs 4.89 Lakh

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
સુરતની અમરોલી પોલીસે નકલી ચલણી નોટનું રાજ્ય વ્યાપી રેકેટ ઝડપી પાડ્યું - Divya Bhaskar

સુરતની અમરોલી પોલીસે નકલી ચલણી નોટનું રાજ્ય વ્યાપી રેકેટ ઝડપી પાડ્યું

સુરતના અમરોલી પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્ય વ્યાપી ડુપ્લીકેટ ચલણી નોટને માર્કેટમાં ફરતી કરવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. સુરતના અમરોલીમાંથી 90 હજારની નકલી ચલણી નોટો સાથે બે આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બેંગ્લોરથી 4.50 લાખથી વધુની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે વધુએક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. બેગ્લોરથી ડુપ્લીકેટ નોટ સુરત મોકલવામાં આવતી હતી. ત્યારે પોલીસે આરોપી દ્વારા અન્ય કેટલા શહેરો અને રાજ્યની કેટલી જગ્યાએ નોટો મોકલવામાં આવી છે તે દિશામાં તપાસ કરી રહી છે.

સુરતમાંથી નકલી ચલણી નોટો ઝડપાઈ
ગત 14મી તારીખે રાત્રે શાંતિલાલ મેવાડા બીજીવાર 500ના દરની નકલી નોટ વટાવવા પાનના ગલ્લા પર આવ્યો હતો. આથી વૃદ્વએ તેને પકડી લઈ મેથીપાક આપી અમરોલી પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે શાંતિલાલ મેવાડા પાસેથી 500ના દરની નકલી 181 ચલણી નોટો અને 50ના દરની 32 નોટો મળી આવી હતી. આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટો પિતરાઇભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હતી. આથી પોલીસે વિષ્ણુ મેવાડાને ઊંચકી લાવી તેની પાસેથી 500ના દરની 181 નકલી નોટો મળી આવી ઉપરાંત 50ના દરની 32 નોટો મળી આવી હતી. આમ 92 હજારની નકલી નોટો મળી આવતા પોલીસે શાંતિલાલ ભવરલાલ મેવાડા અને વિષ્ણુ મિસરીલાલ મેવાડાની સામે ગુનો નોંધી ધરપકડ કરી નકલી નોટો, બાઇક અને મોબાઇલ કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

રાજ્ય વ્યાપી રેકેટ સામે આવ્યું
બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બનાવટી ચલણી નોટોના કારોબારમાં બેંગ્લોર કનેક્શન બહાર આવ્યું હતું. સુરતથી ઝડપાયેલી ચલણી નોટોના ખેલનું રાજ્ય વ્યાપી રેકેટ સામે આવી રહ્યું છે. જેના પગલે અમરોલી પોલીસની એક ટીમ બેંગ્લોર ગઈ હતી અને બેંગ્લોરથી અન્ય એક આરોપી માઈકલ રાઈવન ઉર્ફે રાહુલ પાસ્કલ ફર્નાન્ડીઝ નામના વેપારીને ઝડપી પાડ્યો હતો. જેના ઘરની તલાસી લેતા પોલીસને 500ના દરની 978 જેટલી 4.89 લાખની કિંમતની બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જેને લઇ અમરોલી પોલીસે તેની ધરપકડ કરી સુરત લઈ આવી હતી.

દેશની અર્થતંત્રને ખોખલી કરનારના નેટવર્કને તોડી પડશું
નકલી બનાવટી ચલણી નોટના આખા ખેલમાં સુરતની અમરોલી પોલીસે અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને ચાર લાખથી વધુની કિંમતની નોટ જપ્ત કરી છે. ત્યારે આ અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, મોટા પ્રમાણમાં નકલી નોટો છાપીને તેને સસ્તા કિંમતમાં માર્કેટમાં ફરતી કરવાનું આખું નેટવર્ક ચાલી રહ્યું છે અને દેશની અર્થતંત્રને ખોખલી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતની અમરોલી પોલીસે આ નેટવર્કને ઝડપી પાડ્યું છે. આ નેટવર્ક માત્ર સુરત પૂરતું નહીં પરંતુ જુદા જુદા રાજ્ય વ્યાપી હોવાનું જાણવા મળ્યું છે. દેશની અર્થતંત્રને ખોખલી કરનાર આવા ઇસમો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસે બે સુરતથી અને એક બેંગ્લોરથી એમ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે અને ઊંડાણપૂર્વક તપાસ તમામની કરવામાં આવી રહી છે.

કિષ્ના ઇન્વેસ્ટિગેશન માટે વિશેષ ટીમ તૈયાર કરાઇ
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે, નકલી નોટના આ આખા નેટવર્કમાં કોની કોની સંડોવણી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તમામ આરોપીઓએ કેટલી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી છે અને હજુ કેટલા રાજ્યોમાં અને શહેરોમાં આ પ્રકારનું નેટવર્ક ચાલી રહ્યું છે તે અંગે પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે. જેને લઇ આ કેસ માટે એક ખાસ ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. ડીસીપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એસીપી, પી.આઈ સાથેની ટીમ તૈયાર કરવામાં આવી છે જે આ કેસમાં ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. જે રીતે માર્કેટમાં નકલી નોટોને ફેરવવાનું પ્રવૃત્તિ ચાલી રહી છે તેને અનેક મોટા માથાઓની સડવણી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જે અંગે હાલ પોલીસ જીણવટ ભરી તપાસ કરી રહી છે.

પીઆઇ ઇનામ આપે પુરસ્કૃત કરાયા
સુરત પોલીસ કમિશનર દ્વારા અમરોલી પીઆઇને ઇનામ આપીને પુરસ્કૃત કરાયા છે. સુરતથી નકલી ચલણી નોટના નેટવર્કને ખૂબ જ ગંભીરતાથી લઈ પડદાફાશ કરવા સુધીની ઉત્તમ કામગીરી કરવા બદલ સુરત પોલીસ કમિશનર દ્વારા અમરોલી પોલીસની ટીમ અને ખાસ કરીને અમરોલી પોલીસના પીઆઇને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. નકલી ચલણી નોટના આ આખા નેટવર્કને ઝડપી પાડવા બદલ સુરત પોલીસ કમિશનર દ્વારા અમરોલી પોલીસ મથકના પીઆઇને 10,000 રૂપિયા રોકડ પુરસ્કાર આપી વિશેષ પુરસ્કૃત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: