ડાંગરના પૂડામાં સંતાડેલી કફ સીરપની 490 બોટલ તારાપુર પોલીસે ઝડપી પાડી | Tarapur police seized 490 bottles of cough syrup hidden in paddy field | Times Of Ahmedabad

આણંદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તારાપુર શહેર સહિત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક કફ સીરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. યુવાનો સાદી સોડાની બોટલમાં કફ સીરપ ભેળવી નશાના રવાડે ચડી રહ્યા છે. જેને લઇ તાલુકાનું યુવાધન બરબાદીનાં માર્ગે ચડી રહ્યું છે.તારાપુર પોલીસે બાતમીના આધારે તારાપુરનાં સીમ વિસ્તારમાં સ્થાનિક યુવકનાં ખેતરમાં ડાંગરનાં પૂડા નીચે સંતાડેલી રૂ.72,030ની કિંમતની 490 નશાકારક કફ સીરપની બોટલનો જથ્થો ઝડપ્યો છે.પોલીસ દ્વારા આ જથ્થામાંથી નમૂના લઈ એફએસસેલને મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ તારાપુર પોલીસને બાતમી મળી હતી કે ટાઢા હનુમાન સીમ માં એક ઈસમ પોતાના ખેતર માં નશા કારક કફ સીરપ બિનઅધિકૃત વેચાણ કરવા લાવે છે. જેથી બાતમીના આધારે તારાપુર પોલીસે દીક્ષિત ફળિયામાં રહેતા કમલેશભાઈ અશોકભાઈ પરમાર ના ટાઢા હનુમાન સીમ માં આવેલા ખેતરમાં દરોડો પાડી તપાસ કરતા ડાંગર નાં ગંઠા નીચે સંતાડેલી નશાકારક કપ સીરપની 490 બોટલ જથ્થો ઝડપાયો હતો.

આ દરોડામાં તારાપુર પોલીસે સીલબંધ મર્કાવાલી નશાકારક કફ સીરપ ની 490 બોટલ કિંમત રૂ.72,030 ની કિંમતનો જથ્થો ઝડપી એફ એસ એલ તથા ડ્રગ ઇન્સ્પેક્ટર ને સ્થળ પર બોલાવી ખાતરી કરી હતી.વળી ઝડપાયેલ કફ સીરપ પાસ પરમીટ વગર કે કોઈ આધાર પુરાવા વગર બિન અધિકૃત રીતે વેચાણ કરવા લાવ્યો હોવા નું ખુલતા કફ સીરપ નાં નમૂના એફ.એસ.એલ માં મોકલવામાં આવ્યા હતા. જે અંગે રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે.હાલ તારાપુર પોલીસે આ બનાવ અંગે જાણવાજોગ નોંધ કરી તપાસ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post