સંઘ પ્રદેશ દમણના બીચ ઉપર તૈયાર થયેલા 5 કિમીના રોડનું લોકાર્પણ 17 એપ્રિલે વડાપ્રધાનના હસ્તે થશે | The 5 km road prepared on the beach of Sangh Pradesh Daman will be inaugurated by the Prime Minister on April 17. | Times Of Ahmedabad

વલસાડ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓ માટે વધુ આકર્ષણ જમાવવા અમે ટુરિઝમ વધારીને સ્થાનિક લોકોને રોજગારી આપવાના ઉમદા વિચાર સાથે દમણ દરિયા કિનારે રામ સેતુ રોડ જેવો દમણના દેવકા બીચનો વિકાસ કરવામાં આવ્યો છે. જેને લઈને સહેલાણીઓ ગોવા ભૂલીને દમણ વધારે પસંદ કરતાં જોવા મળે છે. દમણના દેવકા ખાતે નિર્માણ પામેલા 5 કિલોમીટર ના બીચના રોડનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલના રોજ દમણ, સેલવાસ અને દિવ વિસ્તારના પ્રવાસે આવશે જેની જાહેરાત દમણના સંઘ પ્રદેશના પ્રસાસક પ્રફુલભાઈ પટેલે કરી હતી. દમણના ઉદ્યોગ પતિઓ અને સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો સાથે એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા આવી હતી. દમણ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કરતા દમણના લોકો થનગની રહ્યા છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ વિસ્તારનું નામ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. દમણનો વિકાસ કરવા અને વિસ્તારના ડેવલોપમેન્ટ માટે પ્રસાસક અને તેમની ટીમ અને વહીવટી તંત્ર રાત દિવસ કામ કરી રહ્યું છે. દમણના દેવકા બીચના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડનું અને બીચના વિકાસની કામગીરી દમણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષમાં દમણના દેવકા દરિયા કિનારેથી ગેરકાયદેસર દબાનો હટાવીને બીચનો વિકાસ કરવામાં આવ્યો છે. આ દેવકા બીચ ઉપર 5 કિલોમીટરના રોડના વિકાસનું કામ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલના રોજ દમણ ખાતે આવશે અને દમણના દેવકા બીચનો રોડ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. જે અંગે આજ રોજ દમણ સ્વામિનારાયણ કોલેજના હોલ ખાતે સંઘ પ્રદશના પ્રસશક પ્રફુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રફુલભાઈ પટેલે દમણના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકો તેમજ BJPના કાર્યકરો સાથે વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમ અને રોડ શો ના આયોજન અંગે ચર્ચા કરવા આવી હતી. અને દમણ ખાતે વડાપ્રધાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કાર્યક્રમ અને રોડ શો કરવા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણના તમામ ઉદ્યોગ પતિઓ અગ્રણીઓ અને સ્થાનિક લોકોએ ઉત્સાહ સાથે સ્વાગત કરવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી અને નવા વર્ષની જેમ જ ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post