સુરેન્દ્રનગર જિલ્લામાં આજે નવા 5 કેસ નોંધાયા, 2 દર્દી ડીસ્ચાર્જ થતા હવે 17 એક્ટિવ કેસ રહ્યા | 5 new cases were reported in Surendranagar district today, 2 patients were discharged leaving 17 active cases. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટીવના પાંચ કેસ ધ્યાને આવ્યા હતા. આમ જિલ્લામાં કુલ 70માંથી 53 લોકો સાજા થતા હાલ 17 એક્ટિવ કેસ રહ્યા હતા. શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના પાંચ કેસમાંથી એક કેસ લીંબડી તાલુકામાં, બે કેસ મૂળી તાલુકામાં અને બે કેસ વઢવાણ તાલુકામાં નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે 2 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.1 એપ્રિલને શનિવારે એક જ દિવસમાં 6 લોકો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 35 આરટીપીસીઆર ટેસ્ટ અને 7 એન્ટીજન ટેસ્ટ મળી કોરોનાના કુલ 42 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટીવના પાંચ કેસ ધ્યાને આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં 1, મૂળી તાલુકામાં 2 અને વઢવાણ તાલુકામાં 2 કેસ મળી સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કુલ પાંચ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ દિવસે કુલ 70માંથી 53 દર્દીઓ સાજા થતા 17 એક્ટીવ કેસ રહ્યા હતા. આજે કુલ 2 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم