વલસાડ જિલ્લાના સંજણ રેલવે ફાટક પાસે હત્યાના કેસમાં 5 ઇસમોની પૂછપરછ બાદ ફરપકડ, કોન્ટ્રાક્ટર સહિત 3 વોન્ટેડ | 5 arrested after questioning in murder case near Sanjan railway gate of Valsad district, 3 wanted including contractor | Times Of Ahmedabad

વલસાડ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછી રેલવે કોરિડોરની મજૂરો દ્વારા નાખવામાં આવેલા કેબલ કાપી રહ્યા હતા. જે દરમ્યાન કોન્ટ્રાક્ટર અને તેના માણસો અચાનક ત્યાં આવી પહોંચતા કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ ભંગારના ગોડાઉન સંચાલક અને તેના માણસને ઝડપી પાડયા હતા. ભંગાર ગોડાઉન સંચાલકને કટર અને તાંબાના કેબલ વડે માર મારી હત્યા કરી હતી. તે કેસમાં ઉમરગામ પોલીસે 5 ઇસમોને ઝડપી પાડયા છે. જ્યારે કોન્ટ્રાક્ટર સુધાકર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની ચાલી રહેલી કામગીરી દરમ્યન તાંબાના કેબલ નાખવાની કામગીરી સુધાકર નામનો કોન્ટ્રાકટરને સપવામાં આવી હતી. સંજાણ રેલવે ફાટક પાસે રેલવે કોરિડોરની કામગીરી દરમ્યાન તાંબાના કેબલ નાખવાનો ચાલી રહેલી કામગીરી ચાલી રહી હોવાની જાણ નજીકમાં આવેલા ભંગાર ગોડાઉન સંચાલક ઝાકીર શેખને થતા તેના કામદાર લક્ષ્મણ સાથે કટર લઈને કેબલ ચહેરો કરવા પહોંચ્યા હતા. જ્યાં ઝાકીરના કહેવા ઉપર લક્ષ્મણે કેબલ કપવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન રેલવેના કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સંજાણ રેલવે ફાટક પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં ઝાકીર ને અને લક્ષ્મણને પકડીને સુધાકર અને તેના માણસોએ માર માર્યો હતો અને ઝાકીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે બાદ સુધાકર અને તેના કામદારો તાત્કાલિક નજીકમાં આવેલા તેના ભંગારના ગોડાઉનમાં આવી પહોંચ્યા હતા. જ્યાં ભંગારના ગોડાઉનની આગ ચાંપી આરોપીઓ ભાગી ગયા હતા. તે કેસમાં ઉમરગામ પોલીસે 5 ઇસમોની પૂછપરછ બાદ સંડોવણી સામે આવતા ધરપકડ કરી હતી. અને 3 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

أحدث أقدم