No results found

    મહેસાણા સહિત 5 ડેપોની 40 વધારાની બસમાં 658 ઉમેદવારનું બુકિંગ | Booking of 658 candidates in 40 additional buses of 5 depots including Mehsana | Times Of Ahmedabad

    મહેસાણાએક કલાક પહેલા

    • કૉપી લિંક
    • મહેસાણાના ઉમેદવારોને રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા જિલ્લો ફાળવાયો
    • શનિવારે સાંજના 5 વાગ્યાની વડોદરા અને રાત્રે 10 વાગ્યાની રાજકોટ બસનું બુકિંગ હાઉસફૂલ

    રાજ્યમાં રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોને જિલ્લાફેરના પરીક્ષા કેન્દ્રો ફાળવ્યા હોઇ સમયસર પરીક્ષા સ્થળે પહોંચવા એક દિવસ વહેલાં નીકળવું પડશે. શુક્રવારે ડેપોમાં શનિવારની મોડી સાંજની અને રવિવાર વહેલી સવારની બસ માટે એડવાન્સ બુકિંગ કરાવવા ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. મહેસાણા વિભાગના 5 ડેપોમાં શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 658 ઉમેદવારોએ બુકિંગ કરાવી લીધું હતું, હજુ બુકિંગ ચાલું છે. સરકાર દ્વારા અગાઉ મુલત્વી રખાયેલી આ પરીક્ષા હવે આગામી રવિવારે લેવાઇ રહી છે ત્યારે ઓનલાઇન ફોર્મ ભરનારને રૂ. 254 ખાતામાં જમા આપનાર છે.

    મહેસાણા ડેપોમાં ઉમેદવારોને બસના સમયની માહિતી સતત આપી શકાય તે માટે ક્યુઆરકોડથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને તેમાં ડેપો મેનેજર અને કર્મચારી મારફતે બસ બુકિંગ અને સમય બાબતે માહિતી અપાઇ રહી છે. શનિવારે સાંજે 5 વાગ્યાની વડોદરા એકસ્ટ્રા બસ અને રાત્રે 10 વાગ્યાની રાજકોટ બસનું બુકિંગ હાઉસફૂલ થયાનું ડેપોના સૂત્રોએ કહ્યું હતું.

    ત્યાર પછી વહેલી સવારની એકસ્ટ્રા બસો બુકિંગમાં ખુલતાં તેમાં પણ ધસારો જોવા મળ્યો હતો. બુકિંગબારીએથી ઘણા ઉમેદવારોએ એડવાન્સ ચાર્જથી ટિકિટ મેળવી હતી. વિસનગરના કામલપુરની અશ્વીની પ્રજાપતિ અને ઉર્વશી પ્રજાપતિએ કહ્યું કે, અમે ત્રણનું રાજકોટ અને નજીકના ગામની શાળામાં સેન્ટર આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા જિલ્લાના ઉમેદવારોને રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા સહિત જિલ્લામાં કેન્દ્ર ફાળવાયાં છે.

    એકસ્ટ્રા બસોમાં બુકિંગ
    ડેપો બસ ઉમેદવારો આવક
    મહેસાણા 19 375 રૂ.46427
    પાટણ 11 103 રૂ.19204
    ચાણસ્મા 6 116 રૂ.20965
    કલોલ 2 24 રૂ.2746
    વડનગર 2 40 રૂ.5839
    કુલ 40 658 રૂ.95181
    (શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધી)

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال