Sunday, April 9, 2023

રાજકોટમાં ધંધાની અદાવતમાં 5 ઇસમોનો વૃદ્ધા અને તેમના બે પુત્રો પર ધોકા, પાઈપ તેમજ લોખંડના વજન કાંટા વડે ઘાતક હુમલો | A 5-year-old man and his two sons were fatally attacked with a hammer, a pipe and iron weights in Rajkot | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રીના બાજુ બાજુમાં દુકાન ધરાવતા અને ધંધામાં કોઈ બાબતનો ખાર રાખી 5 જેટલા શખસોએ ધોકા, પાઈપ તેમજ લોખંડના વજન કાંટા વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હુમલો કરી તમામ 5 શખસો નાસી છૂટા હતા અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે 5 શખસોની સામે IPC કલમ 324, 323, 504, 337, 114 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

લોખંડના કાંટા વડે તેમજ ઢીકા પાટુનો માર માર્યો
ફરિયાદી જયંતીભાઈ કતીરા (ઉ.વ.78)એ જણાવ્યું હતું કે, પરાબજારમાં કાપડ માર્કેટ સામે જલારામ સીઝન સેન્ટર નામની દુકાન રાખી સીઝનેબલ વેપાર મારા દીકરાઓ હિતેષ તથા અજય સાથે કરૂ છું. ગઇકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં હું તથા મારો દીકરો હિતેષ તથા અજય એમ ત્રણેય જણા અમારી દુકાને હાજર હતા અને કેરીની સીઝન ચાલુ હોવાથી કેરીના બોક્ષ દુકાન પાસે બહારની સાઇડમાં રાખ્યા હતા. જ્યાં દુકાન બહાર મારા બંને દીકરા હિતેષ તથા અજય કેરીનું વેચાણ કરતા હતા. ત્યારે અમારી દુકાનની બાજુમાં દુકાન ધરાવતા રાજુભાઇ મનુભાઇ કતીરા તથા તેમનો દીકરો પાર્થ તથા સંજય ઉર્ફે લાલો ત્રણેય જણા ગાળો બોલતા બોલતા અમારી દુકાન પાસે આવ્યા જેમા રાજુભાઇએ અમારી દુકાનની બાજુમાં જ અમારી બીજી દુકાન બાબજી શોપિંગ સેન્ટર નામની દુકાન કે જ્યાં અમારો માણસ રવી બેસે છે તેની ઉપર ઇંટનો છૂટો ઘા કર્યો અને તેને હાથમાં લાકડાનો ધોકો તેમજ સંજય ઉર્ફ લાલો કતીરાના હાથમાં વસ્તુ જોખવાનો લોખંડનો કાંટો અને આ ત્રણેય જણા આવીને મારા બંને દીકરાઓ હિતેષ તથા અજયને ગાળો આપતા લાકડાનાં ધોકા તથા લોખંડના કાંટા વડે તેમજ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.

લોખંડનો કાંટો મારતા કપાળની ડાબી બાજુ ઇજા
મારા દીકરાને મારતા હોવાથી હું વચ્ચે પડતા આ સંજયે મને લોખંડનો કાંટો મોઢાના ભાગે મારતા ડાબી બાજુ મોઢા પાસે ઇજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ પાર્થ લાકડાના ધોકા વડે એક ઘા મારા ડાબા પગના સાથળના ભાગે મારતા મૂંઢ ઇજા થઈ હતી અને મારા દીકરા અજયને પણ આ સંજયે લોખંડનો કાંટો મારતા તેને કપાળની ડાબી બાજુ ઇજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ પાર્થે જમણા હાથની કલાઇમાં ધોકો મારતા મૂંઢ ઇજા થઈ હતી. તેમજ ઢીકા પાટુના મારમાં કમરનાં ભાગે મૂંઢ ઇજા થઈ હતી. આ સમય દરમિયાન નટુભાઇ મોહનલાલ કોટક તથા તેનો દીકરો પિન્ટુ પણ ગાળો બોલતા બોલતા આવ્યો અને તેઓ પણ અમને ત્રણેયને ઢીંકા પાટુનો માર મારવા લાગ્યા હતા.

ડાઢી ઉપર ઇજા થવાથી પાંચ ટાકા આવ્યા
મારા દીકરા હિતેષને પાર્થે લાકડાના ધોકા વડે માથાના ભાગે બે ઘા મારતા તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને બુમાબુમ થતા આ બધા ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ આવી ગઇ અને અમને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમે ત્રણેય પિતા-પુત્ર વધુ ખાનગી હોસ્પિટલમાં લાવતા ઇમરજન્સી વિભાગમાં સારવામાં દાખલ કર્યા છે. હાલ મારી તથા મારા બંને દીકરાઓની સારવાર ચાલી રહી છે અને મને મોઢા પાસે ડાઢી ઉપર ઇજા થવાથી પાંચ ટાકા આવ્યા છે. તથા મારા દીકરા અજયને સામાન્ય ઓપીડી સારવાર આપવામાં આવે છે. તેમજ મારા દીકરા હિતેષને માથાના ભાગે બે ટાંકા આવ્યા છે.

પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
તમામ 5 આરોપીઓએ વેપાર ધંધાના ખારના લીધે અમને માર માર્યો છે. તેથી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: