‘ઝોન 5ની ઓફિસથી 500 મી. દૂર જ ખૂલ્લેઆમ દારૂ-ગાંજાનું વેચાણ, દરેક ડિપાર્ટમેન્ટ હપ્તા ખાય છે’ | In the Lok Samwad program of Surat, the youth said - selling liquor-marijuana 500 meters away from the office of zone 5, the commissioner ordered an investigation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Lok Samwad Program Of Surat, The Youth Said Selling Liquor marijuana 500 Meters Away From The Office Of Zone 5, The Commissioner Ordered An Investigation.

સુરત4 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરતમાં જહાંગીરપુરા સ્થિત પાલિકા કોમ્યુનિટિ હોલમાં ઝોન 5 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનનો લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં એક યુવક દ્વારા પોલીસ કમિશ્નરની હાજરીમાં જ દારૂ તેમજ ગાંજાના વેચાણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જાહેર સંવાદ કાર્યક્રમમાં યુવકે કહ્યું કે, ઝોન 5ની ઓફિસથી 500 મીટર દૂર જ હરીચંપામાં ગાંજાનું અને દારૂનું વેચાણ થાય છે. પોલીસને વીડિયો પુરાવા આપ્યા છે, છતાં પોલીસ તેમને પકડતી નથી અને દસ રૂપિયાની પોટલી પીને જતા વ્યક્તિને દારૂના કેસ બતાવવા પકડી જેલમાં પુરે દે છે. જાહેરમાં વાત સાંભળતા જ પોલીસ કમિશનરે તાત્કાલિક યુવકના આક્ષેપના પગલે તપાસના આદેશ આપ્યા હતા.

નાના છોકરાઓને પણ કામ પર લગાડ્યા
સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને જાહેરમાં રજૂઆત કરનાર જયેશ ગુર્જરે જણાવ્યું હતું કે, ઝોન 5ની અંદર જે ચાર પોલીસ સ્ટેશન આવે છે તે પોલીસ સ્ટેશન તથા ઝોન 5ની ઓફિસના 500 મીટરના દાયરામાં હરીચંપાની અંદર ખુલ્લેઆમ દારૂ અને ગાંજાનું વેચાણ થાય છે. ગાંજો વેચનાર ઇસમ રોજના 3થી 4 કિલો જેટલા ગાંજાનું વેચાણ કરે છે. આ ઉપરાંત એટલી હદે દુષણ છે કે, નાના છોકરાઓને તેણે કામ પર લગાડ્યા છે. જેને રોજના 1 હજાર રૂપિયા આપીને 200 ગ્રામની પડીકી તેઓના ખિસ્સામાં આપી દે છે અને ખુલ્લેઆમ ગાંજો વહેચાવડાવે છે. જેની સંપૂર્ણ માહિતી અડાજણના પીઆઈ અને ઝોન 5ના ડીસીપી હર્ષદ મેહતાને વીડિયોના માધ્યમથી વોટ્સએપ પર મોકલી આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

લોક સંવાદ કાર્યક્રમમાં જાહેરમાં યુવકે સવાલ ઉઠાવ્યો.

લોક સંવાદ કાર્યક્રમમાં જાહેરમાં યુવકે સવાલ ઉઠાવ્યો.

વીડિયો પુરાવા સાથે પોલીસને રજૂઆત કરી હતી
વધુમાં યુવકે ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. પરંતુ 151ની ખોટી કલમ લગાડીને જે લોકોએ દારૂ પીધો હોય તેને આખીરાત જેલમાં પૂરી દેવામાં આવે છે. જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેના નામ સાથે આપવાની વાત યુવકે લોક સંવાદમાં કરી હતી. યુવકે જાહેર સંવાદમાં પોલીસ કમિશનરને ત્યાં સુધી કહ્યું હતું કે, તમામ વીડિયો પુરાવા સાથે પોલીસને રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. એટલે મેં આ રજૂઆત પોલીસ કમિશ્નરને જાહેર સંવાદ કાર્યક્રમમાં કરી હતી.

યુવકે પોલીસ સ્ટેશનની 500 મી.ની હદમાં નશાનો વેપાર થતાના આક્ષેપો કર્યા.

યુવકે પોલીસ સ્ટેશનની 500 મી.ની હદમાં નશાનો વેપાર થતાના આક્ષેપો કર્યા.

પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા
લોક સંવાદ કાર્યક્રમમાં જાહેરમાં યુવકે ઉઠાવેલા અવાજને પગલે પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસ કરવામાં આવશે તે પ્રકારે વાત કરી હતી. યુવકની આ પ્રકારની રજૂઆત બાદ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, કોઈ એમ કહેતા હોય કે સુરતમાં ખૂણે-ખાચરે ડ્રગ્સ વહેચાય છે તે વાત તદન ખોટી છે. યુવકે જે આક્ષેપ કર્યા છે તેને અત્યારે જ નોંધ લઈને તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવે છે.

પોલીસે તપાસના આદેશ આપ્યા.

પોલીસે તપાસના આદેશ આપ્યા.

યુવકના સવાલથી પોલીસના અભિયાન પર સવાલ ઉઠ્યા
સુરત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર શહેરમાં છેલ્લા બે વર્ષથી ‘નો દ્રગસ ઈન સુરત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરમાં દારૂ, ગાંજો અને ડ્રગ્સના વેચાણ કરનાર પર લાલ આંખ કરવામાં આવી રહી છે. શહેરમાં ગાંજો, ડ્રગ્સ ઘુસાડોનાર પર સુરત પોલીસ સખતાઈથી કાર્યવાહી કરતી હોવાની વાતો કરી રહી છે, ત્યારે પોલીસ કમિશનરના અભિયાનનું જહાંગીરપુરા ખાતે યોજાયેલા જાહેર સંવાદ કાર્યક્રમમાં એક યુવકે છેદ ઉડાડી દીધો હતો. પોલીસ કમિશનરના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન પર યુવકે કરેલા સવાલથી અનેક સવાલો ઊભા થયા હતા.

લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા.

લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા.

વિવિધ મુદ્દે કમિશનરને રજૂઆત કરાઈ
સુરત પોલીસ દ્વારા લોકોની સમસ્યા જાણીને હલ કરવા માટે અલગ અલગ પોલીસ મથકની હદમાં લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સુરતના જહાંગીરપુરા સ્થિત પાલિકા કોમ્યુનીટી હોલમાં ઝોન 5 વિસ્તારમાં આવતા પાલ, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી, ઉત્રાણ પોલીસ મથકનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ લોક સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને ડી.સી.પી., એ.સી.પી. સહિતના પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં લોકોએ સુરત પોલીસ કમિશ્નરને વિવિધ મુદાઓને લઈને રજૂઆત કરી હતી.