ભરૂચ8 કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચના તવરા ગામની મુકાયેલ 5 ટીપી સ્કીમના પ્રસ્તાવના સમર્થનમાં સોમવારે 63 જેટલા ખેડૂતોએ તંત્રને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગત વિધાનસભાની ચૂંટણી પેહલા તવરામાં 5 ટીપી સ્કીમનો પ્રસ્તાવ મુકાયો હતો. જોકે 40 ટકા કપાતને લઈ જુના – નવા તવરા ગામના ખેડૂતોએ ટીપી સ્કીમ સામે વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો.
તવરામાં 680 હેકટરમાં ટાઉન પ્લાનિંગને લઈ મળનારી સુવિધાઓ, સવલતો, વિકાસ અને જમીનના મૂલ્યમાં દોઢથી બે ગણો વધારાને લઈ હવે વિરોધ કરનાર ખેડૂતો સમર્થનમાં આવ્યા છે.સોમવારે આર.ડી.સી. એન.આર.ધાંધલને જુના તવરાના 63 જેટલા ખેડૂતોએ ટીપી સ્કીમ અંગે સમર્થન આપ્યું હતું. સાથે જ પોતાને મુંઝવતા પ્રશ્નો અને કેટલાક મુદા અંગે યોગ્ય કરવા આવેદનપત્ર પાઠવ્યુ હતું.
અન્ય સમાચારો પણ છે…