Tuesday, April 18, 2023

થરાદમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો, પોલીસની રેડ દરમિયાન આરોપીના વાડામાંથી દારૂની 5 પેટીઓ મળી આવી | Accused caught wandering in Tharad, 5 boxes of liquor found in accused's yard during police raid | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

થરાદ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ઝડપાયો છે. થરાદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે વશરામભાઈ રબારીને મલુપુરથી ઝડપી પાડ્યો છે. આ આરોપીના વાડામાં પોલીસે રેડ કરતા દારૂની બિયરોની પાંચ જેટલી પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસ મુદ્દામાલ કબ્જે કરી વશરામભાઈ રબારીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

થરાદ ટાઉન પોલીસ પેટ્રોલીંગ દરમિયાન થરાદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી વસરામભાઇ સેંધાભાઈ રબારીને ઝડપી પાડ્યો છે. જે બાદ ઈસમને પોલીસ સ્ટેશન લાવી પોલીસ દ્વારા તેની પુછપરછ કરતાં તેને સાથે રાખી તેના કબજા ભોગવટાના વાડામાં પ્રોહીબિસન અંગેની રેડ કરતાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયર ટીનની અલગ અલગ બ્રાન્ડની કુલ 5 પેટી જેમાં કુલ 192 બોટલો મળી આવી હતી. પ્રોહીના જથ્થા મળી આવેલ જે ઈસમ વસરામભાઈ સેંધાભાઈ રબારી વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…