الأحد، 2 أبريل 2023

કાંકરેજના અણદપુરા ગામે જર્જરિત શાળા તોડતી સમયે દિવાલ ધરાશાયી થતા 5 મજૂર દટાયા, એકનું મોત | At Anadpura village in Kankerage, 5 laborers were buried when a wall collapsed while demolishing a dilapidated school, one died. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠામાં કાંકરેજના અણદપુરા ગામે શાળાના જર્જરિત ઓરડા તોડતા દિવાલ ધરાસાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાંચ જેટલાં શ્રમીકો કામ કરી રહ્યા હતા જેમાંથી ઘટનામાં એક મજૂરનો કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપા હાથ ધરી છે.

કાંકરેજ તાલુકાના અણદપુરા ગામે શાળા જર્જરીત થઈ જતા આજે શાળાના ઓરડા તોડવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઓરડાની એક દિવાલ અચાનક ધરાશાયી થતા કામ કરી રહેલા મજૂરો તેની નીચે દટાઈ જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જો કે આ ઘટનામાં એક મજૂરનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણથી ચાર જેટલા મજૂરોને હેમખેમ બહાર નીકળ્યા હતા. દિવાલ નીચે દટાતા રાજસ્થાનના સીંગલી ગામના 22 વર્ષીય મુકેશ મેહજી મહિડાનું મોત થયું હોવાનું જાણવા મળયું છે.

મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી થરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.