Monday, April 17, 2023

છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ પ્રદેશ ઉપાધ્યક્ષની કામગીરી સ્વીકારી, 5 દિવસ પહેલા આપ્યું હતું રાજીનામું | Chhota Udepur district BJP former president Jashu Rathwa accepted the work of state vice president, resigned 5 days ago | Times Of Ahmedabad

છોટા ઉદેપુર12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ પાંચ દિવસ પહેલા પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત પેટર્ન આયોજન સમિતિના સભ્ય તેમજ પાર્ટીમાં સક્રિય સભ્યપદેથી રાજીનામું ધરી દેતા જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. પરંતુ આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખે જશુભાઇ રાઠવા ફરીથી પાર્ટીમાં સક્રિય થયા અંગેની જાહેરાત કરી હતી.

છોટા ઉદેપુર જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ પાંચ દિવસ પહેલા ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ, ગુજરાત પેટર્ન આયોજન સમિતિના સભ્ય,પ્રદેશ આમંત્રિત સભ્ય પદે તેમજ ભાજપના સક્રિય સભ્ય પદેથી પ્રદેશ ભાજપના આદેશ અનુસાર રાજીનામુ ધરી દીધું હતું, જેને લઇને જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો હતો.

આ મુદ્દે જશુ રાઠવા સાથે સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પરામર્શ કરીને જશુ રાઠવાએ અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ પદે કામ કરવાની ઈચ્છા જાહેર કરતા આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખે તે અંગેની મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…