તલોદમાં 5 લોકો GST ઓફિસરોની ઓળખ આપી દુકાનમાં ધૂસ્યા; કેસ કરવાની બીક બતાવી વેપારી પાસેથી 1.5 લાખ પડાવી ગાયબ | In Talod, 5 people rushed into the shop by impersonating GST officers; 1.5 lakhs snatched from the businessman showing fear of prosecution and disappeared | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • In Talod, 5 People Rushed Into The Shop By Impersonating GST Officers; 1.5 Lakhs Snatched From The Businessman Showing Fear Of Prosecution And Disappeared

સાબરકાંઠા (હિંમતનગર)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પાંચ દિવસ પહેલા સાંજના સમયે બે મહિલા સહીત પાંચ શખ્સોએ GSTના કાયદાથી વેપારીને તેમના દીકારને જેલમાં પુરાવી દેવાની વાતો કરી ડરાવ્યો હતો. ત્યારબાદ નકલી GST ઓફિસરોએ વેપારી પાસેથી રૂ. દોઢ લાખ માંગી કેસ નહીં કરવાની બાહેદરી આપી રૂપિયા લઈ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં વેપારીને છેતરાયા હોવાનું જાણ થતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ ડુપ્લીકેટ GST ઓફિસરોની સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તલોદમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા કનુભાઈ પ્રજાપતિની ટાવર પાસે આવેલી આદર્શ સહકારી મંડળીની બાજુમાં ભગવતી ફેશન પેલેસ નામથી દુકાન ચલાવે છે. જ્યાં તેઓ હોલસેલ ગોળી, બિસ્કીટ, સાબુ, પાવડર, તમાકુ અને પાન મસાલાનો વેપાર કરે છે. સાથે તેમનો દીકરો દીપક પણ કામ કરે છે અને બીજા બે માણસો કામ અર્થે રાખેલા છે. આમ ચાર જણા દુકાનમાં હતા તે દરમિયાન 31 માર્ચને સાંજે 6 વાગ્યાના સુમારે દુકાન આગળ એક કાર આવેલી અને તેમાંથી બે મહિલા સહિત 5 લોકો દુકાનમાં આવ્યા હતા અને કનુભાઈને કહ્યું હતું કે, ગાંધીનગર સચિવાલય GST ઓફિસથી આવ્યા છીએ.

GST નંબરની વાતો અને કાયદા વિશે વાતો કરીને માલસામાનના GST વાળા કનુભાઈ પાસે બીલ માંગ્યા હતા. બધા બીલ આપ્યા બાદ તમે કરોડો રૂપિયાની GSTની ચોરી કરો છો. તમારા દીકરા સામે ફરિયાદ નોંધી કેસ કરી જેલમાં પૂરવાનો થશે. આવું ત્રણથી ચાર વખત કહ્યું હતું અને કેસ પતાવવો હોય તો પૈસા આપવા પડશે તેવું કહેતા ગભરાઈને કનુભાઈએ વેપારીને આપવાના રૂ. દોઢ લાખ GST ઓફિસરોને આપ્યા હતા. ત્યારબાદ ઘરે લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ કનુભાઈ ગાંધીનગર ખાતે GSTની ઓફિસમાં ગયા હતા અને વાત કરી ત્યારે ખબર પડી કે આ ડુપ્લીકેટ GST ઓફિસરો હતા. જેથી કનુભાઈએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે સીસીટીવી કબ્જે લઈને ડુપ્લીકેટ GST ઓફિસરોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post